ઇશાએ લગ્નના ૧૪ વર્ષ બાદ અંતે છુટાછેડા લીધા
૩ વર્ષ ડેટિંગ બાદ ટિમી નારંગ સાથે લગ્ન કર્યા હતા: દીકરીને લઇ ઘરની બહાર નીકળી ગઇ
ઈશા કોપીકર અને તેનો પતિ ટિમી નારંગ લગ્નના ૧૪ વર્ષ બાદ છૂટાં પડી ગયા છે. ઈશાએ નવ વર્ષની દીકરી સાથે પતિનું ઘર છોડી દીધુ છે. ઈશા અને ટિમીએ ત્રણ વર્ષના ડેટિગ બાદ બંનેએ ૨૦૦૯માં લગ્ન કર્યાં હતા. જોકે, બને વચ્ચે મતભેદ ઊભા થયા હતા. બંનેને એકબીજા સાથે ફાવતું ન હતુ. તેમણે લગ્નજીવન બચાવવા બહુ પ્રયાસ કર્યા હતા પરતુ સફળતા મળી ન હતી. પતિ સાથે વિખવાદ અગે ઇશાએ મીડિયા સાથે વાતચીતનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યુ હતું કે, હવે આ વિશે કહેવા મારી પાસે કાંઇ જ નથી.