આગામી દિવસોમાં OTT પર આવી રહી છે ધમાકેદાર ફિલ્મો અને વેબ સીરીઝ, જુઓ લીસ્ટ
હાલ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે.ત્યારે એને ધ્યાનમાં રાખીને, અમે તમને નવી OTT રિલીઝ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આગામી દિવસોમાં વેબ સિરીઝ અને મૂવી ડિઝની હોટ સ્ટાર, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો વગેરે પર રિલીઝ થવા જઈ રહી છે તેના વિશે જાણીએ.
માય લેડી જેન

રોમેન્ટિક કાલ્પનિક શ્રેણી માય લેડી જેન, જેમાં એમિલી બેડર, એડવર્ડ બ્લુમેલ અને જોર્ડન પીટર્સ મુખ્ય ભૂમિકામાં છે, તે 27 જૂને પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમિંગ થશે. બ્રોડી એશ્ટન, જોડી મીડોઝ અને સિન્થિયા હેન્ડ દ્વારા 2016ના પુસ્તક ‘માય લેડી જેન’થી પ્રેરિત, આ સીરીઝ અંગ્રેજી શાહી ઇતિહાસના આમૂલ પુનરાવર્તિત તરીકે વર્ણવવામાં આવી છે.
શર્માજી કી બેટી

શર્માજી કી બેટી ડિજીટલ રીલીઝ માટે તૈયાર છે. આ મૂવી 28 જૂન, 2024 થી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર OTT રિલીઝની જાહેરાત કરી છે. શર્માજી કી બેટી એ એક આહલાદક અને હૃદયસ્પર્શી ફિલ્મ છે જે મહિલા સશક્તિકરણની થીમ્સ અને તેઓ જે અવરોધોનો સામનો કરે છે તેના પર ધ્યાન આપે છે. ત્રણ મધ્યમ-વર્ગની મહિલાઓ અને બે કિશોરવયની છોકરીઓના પરસ્પેકટીવ, જે તમામ અલગ-અલગ પેઢીમાં ‘શર્મા’ અટક ધારણ કરે છે, મૂવી તેમની અલગ-અલગ મુસાફરી, અનુભવો અને પડકારો વિષે છે.
રાઉતુ કા રાઝ

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ રાઉથુ કા રાઝ’ નામ છે, 28 જુને ZEE5 પર રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરમાં, નવાઝુદ્દીનને ઈન્સ્પેક્ટર દીપક નેગી નામના પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. દરમિયાન, રાજેશ કુમારની ભૂમિકામાં નરેશ ડિમરી તેમને તપાસમાં મદદ કરે છે. નેગીને એક હત્યા ઉકેલવા માટે ઉત્તરાખંડના મસૂરીમાં સ્થિત નાના હિલ સ્ટેશન રાઉથુમાં લાવવામાં આવે છે. સેવાધામ શાળામાં હત્યાની ઘટના બનતા હિલ સ્ટેશનમાં આગની જેમ ચકચાર ફેલાઇ છે. આ ગામનું નામ રાઉતુ કી બેલી છે અને ત્યાં બધું જ વિચિત્ર હોવાની અપેક્ષા છે.
કમાન્ડર કરણ સક્સેના

ટીવીના રામ એટલે કે, ગુરમીત ચૌધરી હવે વેબ સિરીઝની દુનિયામાં નજર આવશે. વેબ સિરીઝ ‘કમાન્ડર કરણ સક્સેના’માં તે એક રો એજન્ટનું પાત્ર ભજવતા નજરે પડશે. આ સીરીઝ ડિઝની પલ્સ હોટ સ્ટાર પર 8 જુલાઈના જોવા મળશે. આ વેબ સિરીઝ જતિન વાગલેના ડાયરેક્શનમાં બની છે. આ સિરીઝમાં ઇકબાલ ખાન અને ઋતા દુર્ગુલે પણ જોવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પલ્સ હોટ સ્ટારની આ એક્શન સિરીઝના ટીઝરમાં ઇકબાલ ખાનની ઝલક જોવા મળે છે. સાથે જ કમાન્ડર કરણ સક્સેનાના રૂપમાં રો એજન્ટ બનીને ગુરમીત પોતાની દમદાર ડાયલોગ ડિલિવરીથી એક્સાઇમેન્ટ વધારે છે.
મિર્ઝાપુર ૩

છેલ્લા બે વર્ષથી ચાહકો ‘મિર્ઝાપુર સિઝન 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા આ શોનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં ‘બાબુ જી’ (કુલભૂષણ ખરબંદા) ના અવાજે જણાવ્યું હતું કે ‘શેર અભી ઘાયલ હૈ, લેકિન વાપસ જરુર લૌટેગા’. સાથે જ આ સિરીઝનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ‘મિર્ઝાપુર’ સિરીઝ તેની રાજનીતિ, ડ્રામા અને ખુનખરાબા માટે જાણીતી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે નવી સિઝનમાં પણ તમને આ બધી વસ્તુઓનું ભરપૂર મિશ્રણ જોવા મળશે. જુલાઈ 9ના રોજ મિર્ઝાપુર ૩ એમેઝોન પ્રાઈમમાં જોવા મળશે.
વાઈલ્ડ વાઈલ્ડ પંજાબી

વરુણ શર્મા, સની સિંહ, જસ્સી ગિલ અને મનજોત સિંહ અભિનીત ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’ OTT પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે.સિમરપ્રીત સિંહ દ્વારા નિર્દેશિત, ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’ 10 જુલાઈના રોજ Netflix પર રિલીઝ થશે.
કકૂડા

મુંજયા ફિલ્મની સફળતા બાદ હવે ડાયરેક્ટર આદિત્ય સરપોતદાર નવી હોરર-કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું નામ છે “કકૂડા”. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ અને સાકીબ સલીમ નજર આવશે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. સોનાક્ષી સિન્હાની ફિલ્મ ZEE 5 પર 12 જુલાઈના રોજ રીલીઝ થશે.
June 27, 2024 | My Lady Jane Season 1 | Prime | Drama |
June 28, 2024 | Sharmajee Ki Beti | Prime Video | Drama |
June 28, 2024 | Rautu Ka Raaz | Zee 5 | Drama |
Jul 8, 2024 | Commander Karan | Disney + Hotstar | Drama |
Jul 9, 2024 | Mirzapur Season 3 | Prime Video | Drama |
Jul 10, 2024 | Wild Wild Punjab | Netflix | Drama |
Jul 12, 2024 | Kakuda | Zee 5 | Drama |
Jul 12, 2024 | Showtime | Disney + Hotstar | Drama |
Sep 6, 2024 | Call Me Bae | Prime Video | Drama |