આ છે વરરાજાના માતા…અનંત રાધિકાની મહેંદી સેરેમનીમાં નીતા અંબાણીનો ગોર્જિયસ લુક, જુઓ તસ્વીરો
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ લગ્ન ગ્રંથીથી બંધાવા જઈ રહ્યા છે. હાલ તેમના અલગ-અલગ વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે જેની તસ્વીરો સોશીયલ મીડિયા મારફતે સામે આવતી હોય છે વાત કરીએ અનંતના માતા અને રાધિકાના સાસુમાંની તો નીતા અંબાણી પણ અનેક હિરોઈનને ટક્કર આપે તેવા લુક સામે આવી રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શિવ શક્તિ સમારોહ અને ત્યારબાદ ભવ્ય મહેંદીના પ્રસંગે, નીતા અંબાણીએ અદભૂત અને ખૂબસૂરત લહેંગા પહેર્યો હતો જેમાં તે અત્યંત સુંદર દેખાતા હતા. ત્યારે એક વસ્તુ જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું તે હતું તેણીનો મોટો કુંદન નેકલેસ સેટ. વરરાજાની માતા લગ્ન પહેલાની વિધિઓ શરૂ કરતા પહેલા પાપારાઝીને અભિવાદન કરતા હતા. અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા આ અદભૂત લહેંગામાં નીતા અદભૂત લાગી રહ્યા હતા.

નીતા અંબાણીએ પોપટ ગ્રીન સ્કર્ટ અને ચોલીની સાથે નીતા અંબાણીએ ઘેરા વાદળી રંગનો દુપટ્ટો પહેર્યો હતો. જેમાં ખભા પર પહોળી બોર્ડર હતી. આ દુપટ્ટાની પહોળી મલ્ટીકલર્ડ બોર્ડર અને દુપટ્ટામાં બનેલી બુટી આ લહેંગાને સંપૂર્ણ દેખાવ આપે છે.પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે નીતા અંબાણીએ આ લહેંગા ચોલી સાથે એટલી ભારે જ્વેલરી પહેરી હતી કે લોકોની નજર તેના ગળામાં પહેરેલા નેકલેસ પર ટકેલી હતી.પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે નીતા અંબાણીએ આ લહેંગા ચોલી સાથે એટલી ભારે જ્વેલરી પહેરી હતી કે લોકોની નજર તેના ગળામાં પહેરેલા નેકલેસ પર ટકેલી હતી.

અદભૂત દુપટ્ટા સમગ્ર કલર પેલેટને બહાર લાવે છે અને રિલાયન્સ ચેરપર્સનની સુંદરતા બહાર લાવે છે. તેણીએ સુવર્ણ સુશોભિત બ્લાઉઝ પીસ સાથે લેહેંગા સેટની જોડી બનાવી હતી. નીતા અંબાણીએ ગળા અને કાન સિવાય ચાર પહોળી બંગડીઓ અને હાથમાં હીરાની મોટી વીંટી પહેરી હતી.

જે તેના લહેંગા-ચોલી લુકમાં ચાર્મ ઉમેરી રહ્યું છે આ નેકલેસ અને હીરા એટલા મોટા છે કે ફોટા જોઈને કહી શકાય કે તેની કિંમત કરોડોમાં હશે. નીતા અંબાણી તેના લક્ઝુરિયસ જ્વેલરી માટે જાણીતી છે, જેની કિંમત કરોડોમાં છે. દરેક જ્વેલરી મ્યુઝિયમને લાયક છે! અંબાણી પહેલીવાર 2018 માં તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્ન સમારોહ દરમિયાન આ ખૂબસૂરત જ્વેલરી પહેરેલા જોવા મળ્યા હતા.
