આતુરતાનો અંત: સંજયલીલા ભણસાલીની ‘હીરામંડી’ જલ્દી જ થશે રિલીઝ
સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, ઋચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરીએ ભજવી છે મહત્વની ભૂમિકા
દર્શકોની જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સંજયલીલા ભણસાલીની આગામી ઓટીટી સિરીઝ ટૂંક સમયમાં સ્ટ્રીમ થશે. ઓટીટી સિરીઝ “હીરામંડી”ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
સંજયલીલા ભણસાલી જલ્દી જ પોતાની ઓટીટી ડેબ્યૂ સિરીઝ ‘હીરામંડી’ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા તૈયાર છે. જ્યારથી આ સિરિઝનું પોસ્ટર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યું છે ત્યારથી જ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે આ સિરીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ મેકર્સે આખરે ખુલાસો કર્યો છે કે, તા.1 મે 2024ના રોજ નેટફલિકસ પર આ સિરીઝ રિલીઝ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સંજયલીલા ભણસાલીએ જ્યારથી ઓટીટી પ્લેટફોર્મ પર ‘હીરામંડી’ સાથે ડેબ્યૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારથી જ દર્શકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ‘હીરામંડી’ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, ઋચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી, સંજીદા શેખ અને શર્મિન સહગલે મહત્વની ભૂમિકા ભજવી છે.