પૂનમ પાંડે સામે આટલા કરોડની માનહાની અંગે ફરિયાદ
બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર પોલીસ સમક્ષ પૂનમ પાંડે અને તેના પતિ સેમ વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી.
પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર ફૈઝાન અન્સારીએ આપી હતી. તેણે પૂનમ પાંડે પર મહિલાઓ અને તેના ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ફૈઝાન મૂળ મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લાનો રહેવાસી છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મુંબઈમાં રહે છે. તેણે પૂનમ પાંડે વિરુદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ પણ કરી છે, કારણ કે પૂનમ પાંડે ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે, તેથી ફૈઝાને હવે તેના હોમ ટાઉનની પોલીસને ફરિયાદ આપી છે.