બોક્સ ઓફિસ પર `કેપ્ટન મિલર’ની શાનદાર ઇનિંગ
૩ દિવસમાં ૨૩.૪૦ કરોડનું કલેક્શન કર્યું
આ મકર સંક્રાંતિ પર ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર ગુંટૂર કારમ, મેરી ક્રિસમસ, અયલાન અને કેપ્ટન મિલર જેવી ફિલ્મો રિલીઝ થઈ. તમામ ફિલ્મો ઠીકઠાક કલેક્શન કરી રહી છે. આ સૌની વચ્ચે ધનુષની કેપ્ટન મિલર યૂનિક સ્ટોરી લાઈનના કારણે છવાયેલી છે. ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અરુણ મથેશ્વરનના ડાયરેક્શનમાં બનેલી કેપ્ટન મિલર સારુ પરફોર્મ કરી રહી છે. ફિલ્મમાં ધનુષની શાનદાર એક્ટિગના વખાણ થઈ રહ્યા છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેમાં બ્રિટિશ કાળમાં ઘટેલી એક કાલ્પનિક કહાનીને દર્શાવવામાં આવી છે. ફિલ્મને ચાર અધ્યાયમાં પડદા પર ઉતારવામાં આવી છે. ફિલ્મને રિલીઝ થયે ૩ દિવસ વીતી ચૂક્યા છે. પહેલા દિવસથી મૂવી શાનદાર કમાણી કરી રહી છે. કેપ્ટન મિલરે ૮.૭ કરોડનું ઓપનિગ કરી લીધુ હતુ. પહેલી જ વખતમાં મૂવી બાકી ફિલ્મોની વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી. બીજા દિવસે ફિલ્મે ૭.૪૫ કરોડની કમાણી કરી.