“બિગ બોસ ઓટીટી-3″: ટ્રોફી માટે ટકરાશે 5 ફાઇનલિસ્ટ
નિર્માતાએ સત્તાવાર કરી નામની કરી જાહેરાત
“બિગ બોસ ઓટીટી-3” શો હવે તેના અંતિમ ચરણમાં આવી ગયો છે. આ શોને તેના 5 ફાઇનલિસ્ટ મળી ગયા છે. અનુલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવતી આ સિઝન એક રોમાંચક નિષ્કર્ષ સાથે સમાપન કરવા તૈયાર છે. ફાઇનલિસ્ટનું નામ સામે આવતાની સાથે જ મેકર્સે ફાઈનલની ડેટ અને સમયની જાહેરાત કરી છે.
“બિગ બોસ ઓટીટી-3” શોના ફાઇનલિસ્ટના નામ સામે આવતા દરેકની નજર ફાઇનલ પર છે અને બધા જાણવા માંગે છે કે આ શો કોણ જીતશે?. તમને જણાવી દઈએ કે આ શોનો ગ્રાન્ડ ફિનાલે આજે શુક્રવારે એટલે કે, 2 ઓગસ્ટે પ્રસારિત કરવામાં આવનાર છે. પરંપરાથી દૂર રહીને આ સિઝનનો ફાઇનલ સામાન્ય વીકેંડ સ્લોટના બદલે શુક્રવારે આયોજિત કરવામાં આવ્યો છે. તેવામાં તમે આ સિઝનને લાઈવ જોવા માટે તૈયારીઓ કરી લો અને રાત્રે 9 વાગ્યે તેની મજા લો.
નિર્માતાઓએ સત્તાવાર રીતે ફાઇનલિસ્ટની જાહેરાત પણ કરી દીધી છે. રણવીર શૌરી, સાઈ કેતન રાવ, નૈઝી, સના મકબૂલ અને કૃતિકા મલિક ફાઇનલમાં પહોંચ્યા છે. ફિનાલેના એક પડાવ પહેલા જ લવકેશ કટારીયા અને અરમાન મલિકને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. આ વખતની જેમ ગત સપ્તાહમાં પણ ડબલ એલિમિનેશન થયું હતું. જેમાં શિવની કુમારી અને વિશાલ પાંડે બહાર થયા હતા.