અયોધ્યા: અમૃત મહોત્સવમાં હેમા માલિની નૃત્ય કરશે
૧૭ જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં રામાયણ પર આધારિત નૃત્ય નાટક રજૂ કરશે
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ છે જેમાં અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં બોલિવૂડના અનેક કલાકારો પણ હાજર રહેશે. એક તરફ રામનગરી અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહને લઈને ખૂબ જ ધૂમધામ જોવા મળી રહી છે ત્યારે હવે અહીં વધુ એક મોટા સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યનો અમૃત મહોત્સવ ૧૪ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી અયોધ્યામાં આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિની સહિત ઘણા કલાકારો ભાગ લેશે. તે આ ફંક્શનમાં એક અદભૂત પ્રેઝન્ટેશન રજૂ કરવા જઈ રહી છે જેની માહિતી તેણે પોતે એક વીડિયો જાહેર કરીને આપી છે. હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં તેણે કહ્યું હતું કે, ‘રામ મંદિરના અભિષેક સમયે હું પહેલીવાર અયોધ્યા જઈ રહી છું.