અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ને 25 વર્ષ પૂર્ણ : ફિલ્મ સાથે જોડાયેલી 10 વાતો જાણીને ચોંકી જશો !!
બોલીવુડની ફિલ્મ સૂર્યવંશમ આપણે સૌએ જોઈ હશે. હિન્દી ટીવી ચેનલો પર અનેક વખત આ ફિલ્મ બતાવવામાં આવે છે. ત્યારે આજે સૂર્યવંશમ ફિલ્મને 25 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ બચ્ચન બોલીવુડનું એક એવું નામ છે જેને દરેક સ્ટારથી લઈને સામાન્ય લોકો પણ પ્રેમ કરે છે. તેમના સ્વભાવ અને અભિનયના કારણે લોકોના દિલમાં તેમનું એક ખાસ સ્થાન છે. અમિતાભે બોલિવૂડ ફિલ્મોમાં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા છે. તેણે ઘણી ફિલ્મોમાં ડબલ રોલ પણ કર્યા છે. આજે તેમની ફિલ્મ ‘સૂર્યવંશમ’ રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે. અમિતાભે ફિલ્મ ‘સૂર્યવંશમ’માં પણ ડબલ રોલ કર્યો હતો. ત્યારે આજે ફિલ્મ સાથે જોડાયેલી આ 10 વાતો જાણીએ જેનાથી તમે આજ સુધી અજાણ છો.
1- ફિલ્મ સૂર્યવંશમ એ તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે, જેના પછી 1997 થી 2000 દરમિયાન એક જ વાર્તા પર ચાર ફિલ્મો બની.
2- ‘સૂર્યવંશમ’માં બે અભિનેત્રીઓ જયસુધા અને સૌંદર્યા જોવા મળી હતી. આ બન્ને અભિનેત્રીને રેખાએ પોતાનો અવાજ આપ્યો હતો.
3- આ ફિલ્મ બંગાળમાં સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મે કોલકાતાના મેટ્રો સિનેમામાં 100 દિવસ પૂરા કર્યા હતા.
4- ફિલ્મમાં કપલ તરીકે જોવા મળેલા રાજેશ ખટ્ટર અને નીલિમા અઝીમ રિયલ લાઈફ કપલ છે.
5 – તેનું શૂટિંગ ગુજરાત, હૈદરાબાદ અને પોલોનારુવા, કેન્ડી, શ્રીલંકાના વાસ્તવિક સ્થળોએ કરવામાં આવ્યું હતું.
6- મેક્સ ટીવી ચેનલ એ જ દિવસે લોન્ચ કરવામાં આવી હતી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી.
7- ચેનલે આ ફિલ્મના રાઈટ્સ 100 વખત ખરીદ્યા હતા. આ કારણોસર તેનું વારંવાર પ્રસારણ કરવામાં આવ્યું હતું.
8- ફિલ્મમાં બતાવેલ હવેલી આજે પણ ગુજરાતના પાલનપુરમાં બનેલો બલરામ પેલેસ છે.
9- અમિતાભની આ ફિલ્મને સ્લીપર હિટનું બિરુદ મળ્યું છે.
10- સૌથી મહત્વની વાત એ છે કે હીરા ઠાકુરના રોલ માટે પહેલા અભિષેક બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બંને રોલ અમિતાભ બચ્ચને ભજવ્યા હતા.
અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મ 21 મે 1999ના રોજ રીલિઝ થઈ હતી. આજે આ ફિલ્મને રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મમાં અમિતાભે પિતા-પુત્રની ભૂમિકા ભજવી હતી. આમાં અભિનેતાએ પિતા તરીકે ઠાકુર ભાનુપ્રતાપ સિંહની ભૂમિકા ભજવી હતી અને હીરાએ પુત્રની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ થિયેટરોમાં સારી ચાલી ન હતી. પરંતુ આ ફિલ્મ બાદમાં ઘણા લોકોએ ટીવી પર જોઈ હતી. આજે પણ અનિક વખત આ ફિલ્મ રજુ કરવામાં આવે છે અને લોકોને આ ફિલ્મ પસંદ છે.