‘હીરામંડી’: ૧૪ વર્ષ બાદ આ એક્ટર એક્ટિંગમાં કરી રહ્યો છે પુનરાગમન
આ સિરીઝમાં પિતા-પુત્રની જોડી શેખર-અધ્યયન પણ જોવા મળશે: ફર્સ્ટ લુક થયો જાહેર
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ હાલ ખૂબ ચર્ચામાં છે. પહેલા જ આ સિરીઝની ફિમેલ સ્ટારકાસ્ટને દેખાડવામાં આવી છે જ્યારે હવે મેલ સ્ટારકાસ્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. સિરીઝમાં એક એવો હીરો છે કે જે ૧૪ વર્ષ બાદ એક્ટિંગમાં પરત ફરી રહ્યો છે.
‘હીરામંડી: ધ ડાયમંડ બજાર’ ૧ મેના રોજ નેટફલિકસ પર સ્ટ્રીમ થવાની છે. આ સિરિઝમાં હિરોઈનોના નામની પહેલા જ જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે હવે ફિલ્મમાં કામ એક્ટિંગ કરનારા હિરોના ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં પિતા-પુત્રની જોડી જોવા મળશે. શેખર સુમન જૂલ્ફીકાર અહમદના રોલમાં જોવા મળશે. આ પાત્ર વિશે શેખર સુમને કહ્યું હતું કે, તે ખૂબ જ પાવરફૂલ પાત્ર છે. જ્યારે શેખરનો પુત્ર અધ્યયન જોરાવર અલી ખાનનું પાત્ર ભજવતો જોવા મળશે. જે એક અમીર અને ઘમંડી નવાબ છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે નેગેટિવ રોલ નિભાવી રહ્યો છે.
આ ઉપરાંત લાંબા બ્રેક બાદ ફરદીન ખાન પણ આ સિરિઝથી એક્ટિંગની નવી ઇનિંગ શરૂ કરી રહ્યો છે. તે પોતાના પાત્રને લઈને ઘણો જ ઉત્સાહિત છે. ફરદીને કહ્યું હતું કે, આ પ્રકારના પાત્ર સાથે નેટફલિકસમાં ડેબ્યૂ કરવું એકદમ યોગ્ય પુનરાગમન કરવા જેવુ લાગે છે. ફરદીન વલી મોહમ્મદનું પાત્ર ભજવી રહ્યો છે. જે હંમેશા હીરામંડીની મહિલાઓ સાથે ઉભો રહે છે. આ સિરીઝમાં તાહા શાહ નવાબના દીકરાના રોલમાં તાજદારનું પાત્ર ભજવી રહ્યો છે. જેનું ચરિત્ર પરંપરા અને પ્રેમની વચ્ચે ફસાયેલું છે. પોતાના પાત્ર વિશે તાહાએ જણાવ્યું હતું કે, તાજદાર એક મોટું પાત્ર છે. જે ખાનદાની, દયા અને દ્રઢ સંકલ્પનું પ્રતિક છે. તમને જણાવી દઈએ કે હીરામંડીએ સંજય લીલા ભણસાલી અને મિતાક્ષરા કુમાર દ્વારા બનાવવામાં આવેલી એક ઐતિહાસિક ડ્રામા સિરીઝ છે.