૧૨મી ફેઇલ વિક્રાંત મેસીને મળ્યો મોટો પ્રોજેક્ટ
સત્ય ઘટના પર આધારિત પોલિટિકલ થ્રિલર ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે
એક્ટર વિક્રાંત મેસી હાલમાં પોતાની ૧૨મી ફેઈલ પિક્ચરને લઈને ચર્ચામાં છે. એક્ટરની આ ફિલ્મ એટલી પસંદ કરાઈ છે કે તમામ જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. ફિલ્મની વાર્તાથી લઈને વિક્રાંત મેસીની એક્ટિગના પણ અનેક લોકો દીવાના છે. આ સમયે ૧૨મી ફેઈલમાં પોતાનો દમદાર રોલ કરનારા એક્ટરને હવે મોટો અને નવો પ્રોજેક્ટ મળ્યો છે. મેસી જલ્દી જાણીતા ફિલ્મ મેકર એકતા કપૂરની સાથે કામ કરશે. તે એકતાની પોલિટિકલ થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત રહેશે. આ ફિલ્મનું ટાઈટલ હજુ સુધી રીવિલ કરાયું નથી. આ ફિલ્મને રંજન ચંદેલ ડાયરેક્ટ કરશે. તેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાની વાર છે.
મેસી હાલના દિવસોમાં ૧૨મી ફેઈલની સફળતા એન્જોય કરી રહ્યા છે. તેમની ફિલ્મ આઈએમડીબી ઈન્ડિયાના લિસ્ટમાં નંબર ૧ પર રેટ કરાઈ છે. ફિલ્મ ભલે ૨૦ કરોડ રૂપિયાના બજેટમાં બની હોય પણ ફિલ્મને બોક્સ ઓફિસ પર ૬૦ કરોડ રૂપિયાથી વધારેનો આંકડો પાર કર્યો છે.