બેસ્ટ એક્ટ્રેસ આલિયા અને કૃતિ સેનન: બેસ્ટ એક્ટર અલ્લુ અર્જુન, બેસ્ટ હિન્દી ફિલ્મ સરદાર ઉધમસિંઘ
69માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત
બેસ્ટ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો
ભારતીય સિનેમા માટે નેશનલ એવોર્ડ ખૂબજ મહત્વ પૂર્ણ છે. આજે 69માં નેશનલ એવોર્ડનાં વિનર્સનું એલાન કરવામાં આવ્યું હતું. આ વખતે ગંગુબાઈ કાઠિયાવાડી અને આર. આર. આર. બંને ફિલ્મો છવાઈ ગઈ હતી. બેસ્ટ હિરોઈન તરીકે બે અભિનેત્રીની પસંદગી થઈ હતી. આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાયો હતો. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનને મળ્યો છે.
જ્યારે સરદાર ઉધમસિંઘ બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર થઈ હતી. બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે છેલ્લો શો એ બાજી મારી હતી.
બેસ્ટ એક્શન, ડાયરેક્શન એવોર્ડ આર.આર.આર.ને મળ્યો છે અને તેને બેસ્ટ કોરિયોગ્રાફી તેમજ બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટના પુરસ્કાર પણ મળ્યા છે. બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ માટે ગંગુબાઈ કાઠિયાવાડીની પસંદગી થઈ છે. સરદાર ઉધમસિંઘને બેસ્ટ ફિલ્મ ઉપરાંત બેસ્ટ સીનેમેટોગ્રાફી એવોર્ડ પણ અપાયો છે. તેના નામે ત્રણ મહત્વના એવોર્ડ જાહેર થયા છે.
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર તરીકે શ્રેયા ઘોષાલ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે પંકજ ત્રિપાઠીને એવોર્ડ મળ્યો હતો.