ફિલ્મ એનિમલની મશીન ગન મોટરસાયકલની કિંમત કેટલી…? જાણો…
રણબીરની ફિલ્મ એનિમલએ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. જ્યારે ગુંડાઓ રણવિજય બલવીર સિંહના ઘરમાં તેને મારવા માટે ઘૂસી જાય છે, ત્યારે જબરદસ્ત ફાયરિંગનું દ્રશ્ય છે. આ દ્રશ્યમાં એક ફાઈટર મશીનગન પણ જોવા મળે છે. ચાલો જાણીએ આ મશીનગન અંગેની રસપ્રદ વાતો.
બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહેલી રણબીર કપૂરની ફિલ્મ અનિમલમાં ખતરનાક મશીનગન જોવા મળી રહી છે. આ મશીનગનની કલ્પના દિલ્હીમાં કરવામાં આવી હતી, તેને બેંગ્લોરમાં તેના અલગ અલગ પાર્ટ બનાવવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં તેને એસેમ્બલ કરવામાં આવ્યા હતા. એટલે કે આ બાઈક 100 ટકા મેડ ઈન ઈન્ડિયા છે.

જો તમે વિચારી રહ્યા હોવ કે આ વોર મશીનગન VFX નો ચમત્કાર છે તો એવું નથી, આ બાઈક સંપૂર્ણપણે ઓરિજિનલ છે અને તેને બનાવવામાં 4 મહિનાનો સમય લાગ્યો છે. આ 500 કિલોની બાઇક છે, જે સંપૂર્ણપણે માનવ નિર્મિત છે.
આ મશીન આર્ટ ડાયરેક્ટર સુરેશ સેલ્વરાજનની ટીમ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં 100 થી વધુ લોકોની મહેનત લગાવવામાં આવી છે. 18 મિનિટના સીનમાં આ બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તે શુદ્ધ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. આ ત્રણ પૈડાવાળી બાઇક છે, જેમાં અલગ-અલગ પાર્ટ્સ ફીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બાઇકમાં વિન્ડ શિલ્ડ પણ લગાવવામાં આવી છે, જેનો ફિલ્મમાં બુલેટ સેફ્ટી શિલ્ડ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં કુલ 3 ફરતા બેરલ છે, મોટા અને નાના, ફિલ્મમાં તમે તેમાંથી ગોળીઓ નીકળતી જોઈ શકો છો.

અન્ય બાઇકની જેમ તેને પણ ચલાવી શકાય છે. આ બાઇકને બનાવવામાં લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.