પાન-મસાલાની એડ ‘જુબા કેસરી’ને લઈને અક્ષય કુમારે કરી મોટી જાહેરાત… જાણો શું છે…
અક્ષયે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને એડ અંગે માહિતી આપી
પાન-મસાલાની એડમાં આવવાને કારણે અક્ષયકુમાર સોશિયલ મીડિયામાં સતત ટ્રોલિંગ થઈ રહ્યો છે. અક્ષયકુમારે પોતાની ઈમેજ ખરડાય નહી તે માટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને આવતા મહિનાથી પાન-મસાલાની એડમાં તે નહી દેખાય તેની ચોખવટ કરી છે. બ્રાન્ડ સાથેની વાતચીત બાદ હવે એડમાં અક્ષયનો ચહેરો હટાવી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2022માં જ્યારે અક્ષય આ પાન મસાલા બ્રાન્ડ સાથે જોડાયેલો હતો ત્યારે તેની ઘણી ટીકા થઈ હતી. અક્ષયે વીડિયોમાં જણાવ્યું કે આવતા મહિને કાયદાકીય મુદતનો અંત આવી રહ્યો છે.જેથી શાંતિ રાખો તમને સારા સમાચાર મળશે. જ્યારથી આ એડમાં અક્ષય દેખાયો ત્યારથી સોશિયલ મીડિયા પર તેના વિશે બેવડાં ધોરણો અને દંભ જેવી વાતો કહેવામાં આવી હતી. આ મામલા બાદ અક્ષયકુમારે પોતાના ફેન્સની માફી માગી હતી. સાથે વચન આપ્યું કે હવેથી હું આ બ્રાન્ડની જાહેરાત નહીં કરું. એટલું જ નહીં, બાદમાં તે પ્રોટીન સપ્લિમેન્ટ ઉમેરવા બદલ ટીકાનો શિકાર પણ બન્યો હતો.