‘તાજા ખબર’ સિઝન-૨’નો ઇંતઝાર થયો ખતમ, ટ્રીઝર રિલીઝ..
જાદુઇ શક્તિ પર આધારિત આ સિરીઝની વાર્તા છે ખૂબ જ રસપ્રદ
વોઇસ ઓફ ડે,
જાણીતા કોમેડિયન ભુવન બામ પોતાની વેબ સિરીઝ ‘તાજા ખબર’ સિઝન-૨ને લઈને હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ બીજી સિઝનનું ટ્રીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હિમાંક ગૌર દ્વારા નિર્દેશિત ‘તાજા ખબર-૨’નું શુટિંગ શરૂ થઈ ગયું છે અને તેને જલ્દી જ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ સિઝનમાં ભુવન કે જે વસ્યાનું પાત્ર ભજવી રહ્યો છે તેની હત્યા થઈ જશે પરંતુ ટે જાદુઇ શક્તિઓ સાથે ફરી જીવિત થશે.
તાજા ખબર-૨ સિરીઝની વાર્તા વસંત ગાવડે ઉર્ફ વસ્યાની છે અને ભુવન બામે તેનું પાત્ર ભજવ્યું છે. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જેને અચાનક જાદુઇ શક્તિઓ મળે છે. જેના કારણે તેના જીવનમાં ભારે ઉથલ પાથલ મચી જાય છે.
વાઇન્સ પ્રોડક્શનના બેનર હેઠળ રોહિત રાજ અને ભુવન બામે આ સિરીઝ પ્રોડ્યુસ કરી છે. જેમાં ભુવન ઉપરાંત શ્રીયા પિલગાંવકર, મહેશ માંજરેકર, દેવેન ભોજાની, શિલ્પા શુક્લા, પ્રથમેશ પરબ, નિત્યા માથુર જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં નજરે પડશે. જો કે, હજુ સિઝન-૨ની તારીખ જાહેરાત કરવામાં આવી નથી.
ભુવન બામે કહ્યું હતું કે, તાજા સિઝનને બધાએ પ્રેમ કર્યો અને વખાણ પણ કર્યા. તેના માટે હું બધાનો આભારી છુ. સિઝન-૨ દર્શકોને એક રોમાંચક સફરમાં લઈ જશે અને એમની રુચિ અને ઉત્સુક્તાને જગાવી રાખશે. જેરે ડાયરેકટર હિમાંક ગૌડે જણાવ્યું હતું કે, દર્શકો સામે સિઝન-૨ પ્રસ્તુત કરતાં અમે ખૂબ ખુશ છીએ. આ નવી સિઝન સાથે તમારી સામે રસપ્રદ વાર્તા રજૂ કરવાની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.