‘ગદર-2’ ફિલ્મ યુટ્યુબ પર થયું લીક, વીકએન્ડમાં મેકર્સને મોટો ફટકો…
ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. આ દરમિયાન આ ફિલ્મના મેકર્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આ આખી ફિલ્મ યુટ્યુબ પર લીક થઈ ગઈ છે. એ પણ સારી ક્વોલિટી સાથે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ‘ગદર 2’ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. દરમિયાન, આ ફિલ્મ હવે યુટ્યુબ પર HTD 3 સ્ટાર બોયઝ નામની ચેનલ પર લીક થઈ ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ચેનલ પર ફિલ્મની આખી સ્ટોરી લીક થઈ ગઈ છે. જેના કારણે ફિલ્મના મેકર્સને મોટું નુકસાન થઈ શકે છે. જોકે, આ ચેનલ પર આવ્યા પછી માત્ર 4 કલાક માટે જ ફિલ્મ જોઈ શકાતી હતી. ત્યારબાદ આ ફિલ્મને ચેનલ પરથી હટાવી દેવામાં આવી છે. જે એક રાહતની વાત છે. સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. રિલીઝના ત્રીજા દિવસે જ્યાં નિર્માતાઓ ફિલ્મ પાસેથી મોટી કમાણી થવાની આશા રાખી રહ્યા છે, તે દરમિયાન હવે યુટ્યુબ પર લીક થનારી ફિલ્મ તેમને મોટો ફટકો આપી શકે છે.
પહેલા દિવસે 40 કરોડનો વકરો
પહેલા જ દિવસે ફિલ્મે 40 કરોડનો આંકડો પાર કર્યો હતો. જ્યારે બીજા દિવસે ફિલ્મ 43 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મને વીકેન્ડથી ઘણી અપેક્ષાઓ છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ કેટલા આંકડાઓ પાર કરી શકે છે. ‘ઓએમજી 2’ બોક્સ ઓફિસના આંકડામાં ‘ગદર 2’થી ઘણું પાછળ છે. જ્યારે ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે આ ફિલ્મ અક્ષય સ્ટારર ‘OMG 2’ને ટક્કર આપી રહી છે. હવે જોવાનું એ રહેશે કે બંને ફિલ્મોને વીકેન્ડમાં કેટલો ફાયદો થાય છે.