ગદર – 2નો હેન્ડપંપ સીન કેવી રીતે કર્યો શૂટ, શા માટે આ સીનનું શૂટિંગ સિક્રેટ રાખવું પડ્યું…?
સની દેઓલ અભિનીત ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને તે બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરે આ ફિલ્મ સાથે જોડાયેલો ફની ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે ફિલ્મનો હેન્ડપમ્પ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો હતો. મીડિયા સાથેની એક મુલાકાતમાં ગદર 2 ના કલાકારો ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરે જણાવ્યું હતું કે, ફિલ્મના લોકપ્રિય ‘હેન્ડપંપ’ દ્રશ્યને કેવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું.
અમે પણ સેટ પર નહોતા- ઉત્કર્ષ શર્મા
તેણે કહ્યું, “અમે જાણી જોઈને સેટ પર ‘હેન્ડપમ્પ’ સીન પર ચર્ચા કરી ન હતી. અમે તેને સિક્રેટ રાખ્યું હતું. જેથી તેના વિશેની આતુરતા જળવાઈ રહે. આ સીનને સિક્રેટ રીતે શૂટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સીન શૂટ કરવામાં આવ્યો ત્યારે અન્ય કોઈ એક્ટર સેટ પર નહોતા. અમે આ સીન જાણતા હતા પરંતુ અમે તેનો હિસ્સો બન્યા ન હતા. સની દેઓલે વહેલી સવારે તેનું શૂટિંગ કર્યું હતું, તે સમયે અમે પણ સેટ પર નહોતા

