મહારાષ્ટ્રના નંદેડમાં મરાઠા અનામત માટે યુવકનો આપઘાત
મૃતદેહ પાસેથી ચિઠ્ઠી મળી, ઝેર પીને જિંદગીનો અંત આણ્યો
મહારાષ્ટ્રના નંદેડમાં 24 વર્ષના એક શુભમ પવાર નામના યુવકે આપઘાત કરી લીધો હતો અને પોલીસ એવી માહિતી આપી હતી કે મરાઠા અનામત માટે યુવકે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહ પાસેથી ચિઠ્ઠી મળી હતી જેમાં અનામતની બાબતનો ઊલલેખ હતો.
નોટમાં એમ લખ્યું હતું કે મરાઠા અનામત બાબતે હું બલિદાન આપી રહ્યો છું. યુવકે ઝેર પીને જિંદગીનો અંત આણી દીધો હતો. મરાઠા અનામત માટે રાજ્યમાં 4થા યુવકની આત્મહત્યાની ઘટના બની છે. દરમિયાનમાં છૂટક કામ કરીને ગુજરાન ચલાવતા યુવકની હતાશા વધી ગઈ હતી તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. શુભમ છેલ્લા થોડાક દિવસોથી બહેનના ઘરે જવાનું કહીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો.
મુખ્યમંત્રીએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરી યુવાનોને આવા પગલાં નહીં લેવાની અપીલ કરી હતી.