આ ગોલ્ડન ટોઇલેટ શીટનો ભાવ જાણીને તમે ચોંકી જશો! ન્યૂ યોર્કમાં ઓક્શન હાઉસ સોથેબી દ્વારા કરોડો રૂપિયામાં થશે હરાજી
આપણે દુનિયામાં ઘણી અજાયબીઓ જોઈ છે, પરંતુ હાલમાં જે હેડલાઇન્સ બનાવી રહ્યું છે તે કંઈક અલગ જ છે. તમે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય કે શૌચાલય શીટ પણ કરોડોમાં હોઈ શકે છે. જોકે, એવું બન્યું છે, અને વિશ્વની સૌથી મોંઘી શૌચાલય શીટ હાલમાં હરાજી માટે ઉપલબ્ધ છે. આ શૌચાલય શીટ સંપૂર્ણપણે સોનાની બનેલી છે અને તેનું નામ ખૂબ જ રસપ્રદ છે – ‘અમેરિકા’. તેની કિમત રૂપિયા 83 કરોડ નક્કી થઈ છે. હવે જોઈએ આ શીટ કોણ લઈ જાય છે. આ હરાજી ટૂંક સમયમાં થવા જઈ રહી છે, અને તેનો ઇતિહાસ પોતે જ રસપ્રદ છે.
આ અનોખી કલાકૃતિ પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા બનાવવામાં આવી હતી. ‘અમેરિકા’ નામનું આ નક્કર સોનાની શૌચાલય શીટ 18 નવેમ્બરના રોજ ન્યૂ યોર્કમાં ઓક્શન હાઉસ સોથેબી દ્વારા હરાજી કરવામાં આવશે. તે એક વ્યંગાત્મક કૃતિ છે જે ધનિકોની અતિ-ભોગ જીવનશૈલીની મજાક ઉડાવે છે.
આ શૌચાલય શીટમાં 223 પાઉન્ડ અથવા 101.2 કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ થયો છે. આટલા સોનાની વર્તમાન કિંમત અનુસાર, તેની શરૂઆતની બોલી લગભગ 10 મિલિયન ડોલર રાખવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે રૂપિયા 83 કરોડ છે.
સોથેબીના તત્કાલીન કલા વડા ડેવિડ ગેલ્પરિનના મતે, આ શૌચાલય શીટ માત્ર કલા નથી પરંતુ સંપત્તિ અને ઉપભોક્તાવાદ પર સીધું વ્યંગ છે. તેને બનાવનાર કલાકાર, કેટેલન કહે છે કે અમેરિકાના અમીરોની અતિ-ભોગ જીવનશૈલી એક મજાક છે કે તમે 200 ડોલરનું લંચ ખાઓ કે 2 ડોલરનું હોટ ડોગ, પરિણામ શૌચાલયમાં સમાન છે.
ટીપુ સુલ્તાનની 2 પિસ્તોલ રૂપિયા 12 કરોડમાં વેચાઈ
એ જ રીતે લંડનના સોથબી હાઉસમાં ચાલુ સપ્તાહે જ આર્ટ ઓફ ઈસ્લામિક વર્લ્ડ ઍન્ડ ઈન્ડિયા નામની હરાજીમાં ભારતની શાહી વિરાસતે નવો રેકોર્ડ બનાવ્યો હતો. અહીં કૂલ હરાજી રૂપિયા 106 કરોડને પાર થઈ ગઈ હતી. જેમાં મૈસુરના શાસક ટીપુ સુલ્તાનની 2 પિસ્તોલ રૂપિયા 12 કરોડમાં વેચાઈ હતી. એ જ રીતે શેર એ પંજાબ મહારાજા રણજીત સિંઘનું ચિત્ર રૂપિયા 10 કરોડમાં વેચાયું હતું. આ એક અદભૂત પેંટિંગ છે જેણે ભારે આકર્ષણ જગાવ્યું હતું.
