Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગેજેટટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

શું તમે પણ વારંવાર પોતાનું બેન્ક બેલેન્સ ચેક કરો છો તો ચેતજો! 1 ઓગસ્ટથી UPIમાં બદલાઈ રહ્યા છે આ નિયમ

Tue, May 27 2025


ભારત ડિજિટલાઈઝેશન આગળ વધી રહ્યું છે. લોકો મની ટ્રાન્ઝેક્શન માટે વધુમાં વધુ UPIનો ઉપયોગ કરી રહ્યા છે. UPIના કારણે લોકોનું જીવન ઘણું સરળ થયું છે. ઘરબેઠા આપણે કોઈપણ ખૂણે પૈસા ટ્રાન્સફર કરી શકીયે છીએ. કોઈપણ બિલનું પેમેન્ટ કરી શકીયે છીએ ત્યારે UPI નો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.

NPCI (National Payments Corporation of India)એ UPI સેવાઓ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે જે 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. આ નિયમો હેઠળ, હવે ચોક્કસ સેવાઓ પર મર્યાદા લાદવામાં આવશે જેથી સિસ્ટમ પર ટ્રાફિક લોડ નિયંત્રણમાં રહે અને પીક સમયમાં નેટવર્ક ધીમું ન થાય અથવા નિષ્ફળ ન જાય. આ ફેરફારો ખાસ કરીને બેલેન્સ ચેક અને ઓટોપે ટ્રાન્ઝીકશન સાથે સંબંધિત છે.

50 વખત જ પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે

સૌથી મહત્વની વાત એ છે કે હવે કોઈપણ વપરાશકર્તા દિવસમાં ફક્ત 50 વખત જ પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે. જો તમે આ સંખ્યા કરતાં વધુ વખત બેલેન્સ તપાસવાનો પ્રયાસ કરશો, તો સિસ્ટમ જવાબ આપશે નહીં. NPCI કહે છે કે મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ વારંવાર તેમના બેલેન્સ ચેક કરે છે, જેના કારણે સર્વર પર બિનજરૂરી ભારણ સર્જાય છે. હવે વપરાશકર્તાને દરેક વ્યવહાર પછી ઓટોમેટિક બેલેન્સ અપડેટ પણ મળશે, જેનાથી વારંવાર તપાસ કરવાની જરૂર નહીં પડે.

વધુમાં, પીક અવર્સ દરમિયાન, એટલે કે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી રાત્રે 9:30 વાગ્યા સુધી, બેલેન્સ ચેક જેવી સેવાઓ આંશિક રીતે બંધ હોઈ શકે છે અથવા મર્યાદિત ઍક્સેસ હોઈ શકે છે. તેવી જ રીતે, UPI ઓટોપે સુવિધાઓ, જેમ કે સબસ્ક્રિપ્શન, EMI અથવા SIP જેવી ઓટોમેટિક ચુકવણીઓ, હવે ફક્ત નોન-પીક સમયમાં જ પ્રક્રિયા કરવામાં આવશે.

NPCI કહે છે કે નેટવર્કની સ્થિરતા અને સરળ સંચાલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં UPI પર ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં જબરદસ્ત વધારો થયો છે, અને તેના કારણે સિસ્ટમને બિનજરૂરી ભારણથી બચાવવા જરૂરી બની ગયું છે. જો દરેક વપરાશકર્તા દિવસમાં 100 વખત પોતાનું બેલેન્સ ચેક કરે, તો તેની સીધી અસર નેટવર્કના પ્રદર્શન પર પડે છે.

જોકે, આ મર્યાદાઓ ફક્ત કેટલીક મૂળભૂત સેવાઓ પર જ લાગુ પડશે. પૈસા મોકલવા અને મેળવવા અથવા QR કોડ સ્કેન કરીને ચુકવણી કરવા જેવી સુવિધાઓ પહેલાની જેમ જ કામ કરતી રહેશે. પરંતુ UPI નેટવર્કને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે બેલેન્સ ચેક, ઓટોપે જેવી ગૌણ સુવિધાઓને થોડી ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહી છે.

NPCIનો તમામ બેંકો-PSPને નિર્દેશ

આ પરિપત્રમાં NPCI એ તમામ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર (PSP)ને નિર્દેશ કર્યો છે કે, 31 જુલાઈ સુધી યુપીઆઈ નેટવર્કના દસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) જેમ કે બેલેન્સ ચેક, ઓટો પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ચેક જેવા ઈન્ટરફેસ નવા નિયમ પ્રમાણે મર્યાદિત કરી દે. જો તેનું પાલન નહીં કરાય તો બેંક અને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ટ્રમ્પ સરકારે વિશ્વભરમાં સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ અટકાવી દીધા, વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં

Next

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માં ટૂંક સમયમાં શરૂ થશે પેમેન્ટ સર્વિસ, જાણો શું છે એલોન મસ્કની X Money સર્વિસ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
1 દિવસ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
2 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
2 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય : દિગ્ગજ ખેલાડીઓ થયા ફેલ, 184 રનથી કાંગારુઓની જીત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ : 12 વર્ષ જૂની અદાવતમાં યુવકને છરી ઝીંકી દીધી..!
ક્રાઇમ
8 મહિના પહેલા
દ્વારકાના ક્લાયણપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ : માણાવદર, ઉપલેટામા ત્રણ ત્રણ ઇંચ, રાણાવાવમાં અઢી ઇંચ વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેસ્ટ એક્ટ્રેસ આલિયા અને કૃતિ સેનન: બેસ્ટ એક્ટર અલ્લુ અર્જુન, બેસ્ટ હિન્દી ફિલ્મ સરદાર ઉધમસિંઘ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર