‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેતા આશિષ કપૂરની ધરપકડ : 27 વર્ષની યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ
પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના એક્ટર આશિષ કપૂર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે અને દિલ્હી પોલીસે તેને પુણેથી ધરપકડ કરી છે. આ સમાચાર પછી, સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં, આશિષ કપૂરે બાથરૂમની અંદર તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ સમગ્ર ઘટનાને દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન અંજામ આપવામાં આવ્યો હતો.
33 વર્ષીય આશિષ કપૂર પર 27 વર્ષની યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ છે. હવે આ ઘટના પછી, 11 ઓગસ્ટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બાદમાં પોલીસે અભિનેતાની શોધ શરૂ કરી હતી અને તેના લોકેશનને ટ્રેક કરતી વખતે, આશિષની પુણેથી ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :Ajey The Untold Story Of A Yogi : યોગી આદિત્યનાથ પર આધારિત ફિલ્મ અજયનું ટ્રેલર રિલીઝ : ગોરખપુરના સંઘર્ષની કહાની,પરેશ રાવલની ભૂમિકા જબરજસ્ત
FIRમાં શરૂઆતમાં આશિષ કપૂર, તેના મિત્ર, મિત્રની પત્ની અને બે અજાણ્યા લોકોના નામ હતા. બાદમાં, પીડિતાએ પોતાનું નિવેદન બદલી આશિષ કપૂરે તેના બળાત્કાર કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે, “આશિષ કપૂરને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જ્યારે પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. પીડિતાએ દાવો કર્યો છે કે આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી આવો કોઈ વીડિયો મળ્યો નથી. પીડિતાનો આરોપ છે કે આશિષ કપૂરના મિત્રની પત્નીએ પણ બાથરૂમમાંથી બહાર આવતાં તેને માર માર્યો હતો.”
