Year Ender 2024 : આ 7 સેલિબ્રિટી કપલે વર્ષ 2024માં લીધા છુટ્ટાછેડા, ખૂબ જ દુ:ખદાયક રહ્યું વર્ષ
વર્ષ ૨૦૨૪નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ વર્ષ ફિલ્મ ઉદ્યોગ માટે ઘણી મીઠી અને કડવી યાદોથી ભરેલું હતું. આ વર્ષે, ઘણા સ્ટાર્સે લગ્ન કર્યા તો અનેકના ઘરે પારણું પણ બંધાયું હતું. જ્યારે ઘણા સ્ટાર્સનો તેમના જીવનસાથી સાથેનો બંધન કાયમ માટે તૂટી ગયો હતો. વર્ષ પૂરું થતાં અનેક યાદીઓ સામે આવતી હોય છે જે આખા વર્ષમાં થયેલી ઘટનાઓની યાદી અપાવે છે. ત્યારે ચાલો જાણીએ ક્યાં સ્ટાર સેલિબ્રિટીએ વર્ષ 2024માં છુટ્ટાછેડા લીધા.
1 નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડયા

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડયાના નાની ઉંમરમાં છૂટાછેડા થઈ ગયા હતા, પરંતુ ઘણા એવા સેલેબ કપલ્સ હતા જેમણે લગ્નના ૨૫-૩૦ વર્ષ સાથે વિતાવ્યા પછી છૂટાછેડા લીધા હતા. તેમના છૂટાછેડાની જાહેરાતે ચાહકોને ચોકાવી દીધા. હાર્દિક પંડયા-નતાશા સ્ટેનકોવિકે આ વર્ષે જુલાઈ, ૨૦૨૪માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. ચાર વર્ષ સાથે રહ્યા બાદ હાર્દિક અને નતાશાએ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેઓએ ચાર વર્ષ સાથે રહ્યા બાદ પરસ્પર સંમતિથી અલગ થવાની વાત કરી હતી. બંનેને એક પુત્ર છે, જેનું નામ અગસ્ત્ય છે.
2 એશા દેઓલ-ભરત તખ્તાની

એશા દેઓલ-ભરત તખ્તાનીએ સંયુક્ત નિવેદન જારી કરીને તેમના 2 અલગ થવાની માહિતી આપી હતી. પોસ્ટ શેર કરતાં તેણે કહ્યું હતું કે, ”અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમારા જીવનમાં આવેલા આ પરિવર્તનને કારણે અમે તેની અસર અમારી દીકરીઓ પર થવા દઈશું નહીં.
3 જયમ રવિ-આરતી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જયમ રવિ-આરતી પણ આ 3 વર્ષે છૂટાછેડા લેનાર સ્ટાર્સની યાદીમાં સામેલ છે. જયમ રવિ અને આરતીના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. લગ્નના ૨૫ વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી.
4 એઆર રહેમાન-સાયરા બાનુ

આ વર્ષે ચોંકાવનારા સમાચાર એઆર રહેમાન-સાયરા બાનુના અલગ થયા એ હતા. સંગીતકાર એ.આર. રહેમાને લગ્નના ૨૯ વર્ષ બાદ પત્ની સાયરા બાનુને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે. રહેમાન અને સાયરા બાનુએ ૧૯૯૫માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો ખતીજા, રહીમા અને અમીન છે.
5 ધનુષ-ઐશ્વર્યા

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘થલાઈવા’ રજનીકાંતની પુત્રી અને જમાઈના પણ આ વર્ષે છૂટાછેડા થઈ ગયા છે. અભિનેતા ધનુષ-ઐશ્વર્યા રજનીકાંતે વર્ષ ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ ૨૦૨૨માં જ અલગ થવાની જાહેરાત કરી હતી. ૨૦૨૪માં બંનેને સત્તાવાર રીતે કોર્ટમાંથી છૂટાછેડા માટે મંજૂરી મળી ગઈ છે.
6.ઉર્મિલા માતોંડકર અને મોહસીન

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, જે અભિનય બાદ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહી છે અને તેના પૂર્વ પતિ મોહસીન અખ્તર મીર વર્ષ 2024 માં છૂટાછેડા લીધા હતા. તેમના લગ્ન 8 વર્ષ પહેલા 2016માં મુંબઈમાં થયા હતા.
7. સાનિયા મિર્ઝા અને શોએબ મલિક

ભારતની સૌથી લોકપ્રિય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના ભૂતપૂર્વ પતિ શોએબ મલિકે જાન્યુઆરી 2024 માં તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી હતી. સાનિયા અને શોએબ છેલ્લા 2 વર્ષથી અલગ રહેતા હતા