દુનિયાની સૌથી નાના કદની મહિલાએ નાગપુરમાં કર્યું મતદાન
લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. શુક્રવારે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વોટિંગ થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. લોકતંત્રના મહાપર્વમાં 16 કરોડથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. નાગપુરમાં દુનિયાની સૌથી નાની મહિલા જ્યોતિ આમ્ગે પણ મતદાન કર્યું છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધારક જ્યોતિ મત આપવા પહોંચી હતી અને વોટ કર્યા બાદ લોકોને અપીલ કરી હતી પણ તમે પણ વોટ આપવા જરુરથી જાઓ. જ્યોતિએ લોકોને અપીલ કરી કે, વોટ આપવો આપણું કર્તવ્ય છે.
