વડાપ્રધાન મોદીએ અમેરિકામાં કોની સાથે કરી બેઠક ? શું થયું ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસના બીજા દિવસે વિશ્વની અગ્રણી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં મોદીએ ટેક કંપનીઓના સીઈઓ સાથે ટેક્નોલોજી અને ઈનોવેશન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભાગીદારી વિશે વાત થઈ હતી. ટોચના બધા સીઇઓ મોદીના ડિજિટલ ઈન્ડિયા વિઝનના ફેન બની ગયા હતા અને મોદીના પ્લાનના વખાણ કર્યા હતા. ટેકનોલોજીના આ મહારથીઓ ભારતમાં નવું સર્જન કરી શકે છે.
વડાપ્રધાન મોદી સાથેની આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં ગૂગલ સીઇઓ સુંદર પિચાઈ, એડોબના સીઇઓ શાંતનુ નારાયણ, આઇબીએમના અરવિંદ કૃષ્ણા, એએમડીના લિસા સુ, મોડર્નના નૌબર અફયાન, એનવીડિયાના જેન્સન હુઆંગ, હોલટેક ઇન્ટરનેશનલના ક્રિસ સિંહ અને સંખ્યાબંધ ટોચના લોકો હાજર રહ્યા હતા એક્સેન્ચરના સીઇઓ જુલી સ્વીટ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. આ બધા ટોચના લોકોએ એમ કહ્યું હતું કે ભારત સાથે ભાગીદારી ગર્વની વાત છે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ-
મોદીને મળ્યા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે વડાપ્રધાન ભારતને બદલવા પર ધ્યાન આપી રહ્યા છે. આ ડિજિટલ ઈન્ડિયા વિઝન છે. તેમણે અમને મેક ઇન ઇન્ડિયા, ડિઝાઇન ઇન ઇન્ડિયા ચાલુ રાખવા માટે પ્રેરણા આપી. હવે ભારતમાં અમારા પિકસેલ ફોનનું ઉત્પાદન કરવામાં અમને ગર્વ છે.
તેઓ ખરેખર એ વિશે વિચારી રહ્યા છે કે AI ભારતને એવી રીતે કેવી રીતે બદલી શકે છે જેનાથી ભારતના લોકોને ફાયદો થાય. તેઓએ અમને આરોગ્યસંભાળ, શિક્ષણ, કૃષિ ક્ષેત્રે અરજીઓ વિશે વિચારવાનો પડકાર ફેંક્યો અને તેઓ ભારતના માળખાગત સુવિધાઓ વિશે પણ વિચારી રહ્યા છે – પછી ભલે તે ડેટા સેન્ટર હોય, પાવર, ઉર્જા અને રોકાણ હોય તે સુનિશ્ચિત કરવા માટે કે આપણે એવું કરવાનું છે કે જેથી ભારત પરિવર્તન લાવી શકે અને અમે છીએ. ભારત સાથે ભાગીદારી કરવા પર ગર્વ છે.