શું 5 વર્ષ બાદ ભારતમાં ફરી TikTok થશે શરૂ, સરકારે હટાવ્યો પ્રતિબંધ? જાણો શું છે વાસ્તવિકતા
આજે દરેક લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે અને તેમ રીલ્સ બનાવે છે. અનેક લોકોને રિલસનું એડિક્શન પણ હોય છે. એક સમય હતો જ્યારે રીલ્સ નહોતી પરંતુ ટિકટોકના વિડીયો હતા. આ ટિકટોકથી ટો અનેક નાના કલાકારો ફેમસ થયા છે લાઇમલાઇટમાં આવ્યા છે જ્યારે રીલ્સ નહોતા ત્યારે એક ચીની એપ TikTok લોકપ્રિય હતી. કોરોના લોકડાઉન સુધી લોકોએ ઘણા બધા વીડિયો બનાવ્યા હતા. તેનું નામ TikTok છે. પરંતુ કોરોના સમયગાળા પછી, ભારતમાં TikTok નું અસ્તિત્વ બંધ થઈ ગયું. છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં TikTok પર પ્રતિબંધ છે. હવે તેના ફરી શરૂ થવાના અહેવાલો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાંથી TikTok પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. TikTok એપ અને તેની વેબસાઇટને અનબ્લોક કરવામાં આવી છે. હવે લોકો TikTok પર પણ વિડિઓઝ બનાવી શકશે. પરંતુ આ દાવાની વાસ્તવિકતા શું છે, ચાલો જાણીએ.
શું છે સમગર્વ મામલો?
ભારત સરકારે શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે ચાઇનીઝ વિડિઓ એગ્રીગેટર પ્લેટફોર્મ ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ટિકટોક માટે કોઈ અનબ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી. આવા કોઈપણ નિવેદન અથવા સમાચાર ખોટા અને ભ્રામક છે. જોકે, ઈ-કોમર્સ વેબસાઇટ Aliexpress અને ઓનલાઇન કપડાં વેચતી વેબસાઇટ SHEIN અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.
જોકે કેટલાક વપરાશકર્તાઓ ટિકટોક વેબસાઇટને ઍક્સેસ કરી શક્યા હતા, તેઓ લોગ ઇન, અપલોડ અથવા વિડિઓઝ જોઈ શક્યા ન હતા. આ ચાઇનીઝ વિડિઓ પ્લેટફોર્મની એપ્લિકેશન ભારતમાં એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ સતત આ વેબસાઇટને બ્લોક કરી રહ્યા છે. જો કે, તે સ્પષ્ટ નથી કે કેટલાક ઇન્ટરનેટ વપરાશકર્તાઓ તેને કેવી રીતે ઍક્સેસ કરી શકે છે.
જૂન 2020 માં, ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જેમાં મોટાભાગે ચાઇનીઝ એપ્લિકેશનો હતી. આમાં ટિકટોક, યુસી બ્રાઉઝર અને વીચેટ જેવી લોકપ્રિય એપ્લિકેશનો શામેલ હતી. સરકારે આ ચાઇનીઝ એપ્લિકેશનોને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો હતો. ચીન સાથે ભારતના વધતા સરહદી તણાવની પૃષ્ઠભૂમિમાં આ પગલું લેવામાં આવ્યું છે.
પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં 15-16 જૂન 2020 ની રાત્રે ભારતીય સેનાના જવાનોની ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના પછી, ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ પછી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
આ બધી એપ્સ ભારતીય નાગરિકોનો ડેટા લીક કરી રહી હતી. ટેક નિષ્ણાતોએ કહ્યું હતું કે આ એપ્સ ભારતીયોના લોકેશન ડેટા લે છે અને ચીનમાં સ્થિત સર્વર પર ફાઇલો ટ્રાન્સફર કરે છે.
