ચુંટણી કમિશનરોની નિયુક્તિમાં થશે વિલંબ ? જુઓ
સુપ્રીમ કોર્ટ કઈ સુનાવણી કરશે ?
ચુંટણી પંચના 2 નવા કમિશનરોની નિયુક્તિ કરતાં કેન્દ્ર સરકારને રોકવાની માંગ કરતી એનજીઓની અરજી ઉપર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે તૈયારી બતાવી હતી અને 15 મી માર્ચે અદાલત સુનવણી કરશે. આમ નવા કમિશનરોની નિયુક્તિ અંગે પેચ ફસાઈ શકે છે.
ડેમોક્રેટિક રીફોર્મ નામના સંગઠન દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિયુક્તિ માટે બનેલી કમિટીમાં મુખ્ય ન્યાયમૂર્તિને સામેલ નહીં કરવા બદલ પણ અરજીમાં વાંધો લેવામાં આવ્યો છે. આ બાબત પર પણ સુનવણી થશે.
એનજીઓ દ્વારા દાખલ થયેલી અરજી પર તેના વકીલ તરીકે પ્રશાંત ભૂષણે દલીલો કરી હતી અને વધુ સુનવણી શુક્રવાર પર રાખી હતી. સુપ્રીમ કોર્ટ સુનવણી કરવા તૈયાર થઈ છે ત્યારે આ મામલો વિલંબિત થઈ શકે છે. સુકરવારે દલીલો આગળ ચાલશે ત્યારબાદ સામા પક્ષને પણ અદાલત સાંભળશે.