Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

9 એપ્રિલે યુદ્ધનો આવશે અંત? ઇઝરાયેલી મીડિયામાં પાક.ની મધ્યસ્થીના અહેવાલ, વ્હાઇટ હાઉસે ‘પુષ્ટિ’ આપવાનું ટાળ્યું

Wed, March 25 2026

ઇરાન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર સપ્તાહ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે બંને દેશો વચ્ચે પાકિસ્તાનમાં સંભવિત ચર્ચા થવાના અહેવાલોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે, વ્હાઈટ હાઉસે આ અહેવાલોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી અને આ પ્રકારની અટકળોથી દૂર રહેવાની સલાહ આપી છે. દરમિયાનમાં ઇઝરાયેલના સૌથી લોકપ્રિય અખબાર યેદોથ દ્વારા એવા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે અમેરિકાએ યુદ્ધનો અંત કરવા માટે 9 એપ્રિલની તારીખ નક્કી કરી રાખી છે અને આ વ્યૂહરચના મુજબ એમની ચર્ચા થવાની છે. જો કે ઇઝરાયેલના અધિકારીઓએ એમ કહ્યું છે કે ઇરાન ટ્રમ્પની વાત અને શરતો માનીને યુદ્ધ બંધ કરવા માટે સહમત થાય તેવી શક્યતા ઓછી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલાઇન લેવિટને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ઉપપ્રમુખ જે.ડી. વાન્સનો સમાવેશ થાય છે, ઇસ્લામાબાદમાં ઈરાની પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે? તેના જવાબમાં લેવિટે જણાવ્યું હતું કે આ પ્રકારની ચર્ચાઓ અત્યંત સંવેદનશીલ હોય છે અને અમેરિકા મીડિયા મારફતે વાટાઘાટો કરતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે પરિસ્થિતિ સતત બદલાતી રહેતી હોવાથી કોઈપણ બેઠક અંગે સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી તેને અંતિમ માનવી યોગ્ય નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં લગ્ન, છૂટાછેડા અને વારસા હક માટે સમાન કાયદો: હવે બહુપત્નીત્વ ગેરકાયદે, લિવ-ઇન રિલેશનશિપમાં નોંધણી ફરિજયાત

આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્ત કરવા માટે ઇસ્લામાબાદમાં ચર્ચા યોજાઈ શકે છે. રોઇટર્સે પાકિસ્તાની અધિકારીના હવાલાથી અને અન્ય સ્રોતોના આધારે આ સંભાવના દર્શાવી હતી, જ્યારે ટાઈમ્સ ઓફ ઇઝરાયેલે ઇઝરાયેલી અધિકારીના હવાલાથી દાવો કર્યો હતો કે આ બેઠક આ અઠવાડિયામાં યોજાઈ શકે છે.

અહેવાલો મુજબ અમેરિકાની તરફથી જે.ડી. વાન્સ, વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર જેરેડ કુશ્નર ભાગ લઈ શકે છે, જ્યારે ઈરાન તરફથી સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર કાલિબાફ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે તેવી શક્યતા દર્શાવવામાં આવી હતી. આ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે વાતચીત કરી હોવાનું જણાવ્યું છે અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે સહયોગ આપવાની ખાતરી આપી છે.

કોઇ ચર્ચા નથી થઇ: ઈરાન

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સમજૂતી માટે ઉત્સુક છે અને તેમના પ્રતિનિધિઓએ ઈરાનના નેતૃત્વ સાથે ચર્ચા પણ કરી છે. જોકે, ઈરાનના સંસદ અધ્યક્ષ કાલિબાફે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને તેને ખોટી માહિતી ગણાવી છે. તેમણે કહ્યું કે આ પ્રકારના ફેક ન્યૂઝ વૈશ્વિક તેલ બજારને પ્રભાવિત કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. હોર્મુઝની જળસંધિ પર વધેલા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને કિમતો અંગે પણ ચિતા વધી રહી છે, કારણ કે વિશ્વના લગભગ 20 ટકા કાચા તેલનું પરિવહન આ માર્ગ પરથી થાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો. પ્રમુખે જ અફવા ફેલાવી કે જથ્થો ખૂટી ગયો! રાજ્યમાં પ્રથમ ગુનો નોંધાયો

Next

ગુજરાતમાં લગ્ન, છૂટાછેડા અને વારસા હક માટે સમાન કાયદો: હવે બહુપત્નીત્વ ગેરકાયદે, લિવ-ઇન રિલેશનશિપમાં નોંધણી ફરિજયાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા
1 મિનિટute પહેલા
હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે
22 મિનિટutes પહેલા
વ્યાજખોરીની ફરિયાદ-વાહવાહીનો ‘વરસાદ’: રાજકોટ પોલીસ દ્વારા આયોજિત જનસંપર્ક સભામાં રિક્ષાચાલક, સરપંચ, ધંધાર્થી સહિતનાએ ઠાલવી વ્યથા
47 મિનિટutes પહેલા
રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો. પ્રમુખે જ અફવા ફેલાવી કે જથ્થો ખૂટી ગયો! રાજ્યમાં પ્રથમ ગુનો નોંધાયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

સિકંદરાબાદ  શાલીમાર એક્સપ્રેસના ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુપીની સંભલ જામા મસ્જિદ વિવાદમાં આજે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, મસ્જિદ કમિટીએ સર્વેના આદેશને પડકાર્યો છે
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે ; આર્થિક સ્થિતિમાં આવશે સુધારો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર