કદાચ ચોથી વાર વ્યાજદરો યથાવત રહી શકે છે
લોન સસ્તી થશે કે મોંઘી તેની જાણકારી આ સપ્તાહમાં જ થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ વખતે પણ રેપો રેટ યથાવત રાખી શકે છે. અઠવાડિયામાં આરબીઆઈની મોનિટરી પોલીસીની બેઠક થવાની છે.
આ અઠવાડિયાના અંત સુધીમાં વ્યાજ વધારવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જો કે માહિતી પ્રમાણે આ વખતે પણ વ્યાજ દરો યથાવત રાખવામાં આવે તેવી સંભાવના છે.
આરબીઆઈ મોંઘવારી અને કાચા તેલ પર નજર રાખી રહી છે. કાચા તેલની કિંમતમાં 10 મહિનામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે કડકાઈના સંકેત આપવામાં આવ્યા છે. તેથી આરબીઆઈ દ્વારા આવો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે, અને 4 થી 6 ઓક્ટોબર વચ્ચે યોજાનારી MPCની બેઠકમાં 6.50 ટકા જ રાખવામાં આવશે તેવી સંભાવના છે.
જો આરબીઆઈ એવો નિર્ણય લે તો આ સતત ચોથીવાર હશે. જેમા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. આરબીઆઈએ ગઈ વખતની બેઠકમાં મોંઘવારીને કંટ્રોલ કરવા અને માર્કેટની સ્થિતિને સુધારવા માટે વ્યાજ દર યથાવત રાખ્યા હતા.