રોહિત શર્મા રમશે છેલ્લી મેચ ?? કોહલી સાથે ૪૦ મિનિટ સુધી વાતચીત
કોહલી સાથે ૪૦ મિનિટ સુધી વાતચીત: ફાઈનલમાં ટીમ જીતે કે હારે, રોહિતની `એક્ઝિટ’ નિશ્ચિત હોવાનો વરતારો
આજે ભારતીય ક્રિકેટ માટે અત્યંત ખાસ દિવસ છે. એક બાજુ ટીમ ઈન્ડિયા સળંગ બીજી આઈસીસી ટ્રોફી જીતીને ઈતિહાસ રચવા આતૂર છે તો બીજી બાજુ કેપ્ટન રોહિત શર્મા આજે ચાહકોને આકરો ઝટકો આપી શકે છે. સૂત્રોની માનીયે તો ટીમ ફાઈનલ જીતે કે હારે કેપ્ટન રોહિત શર્માએ મન બનાવી લીધું છે કે હવે તે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરને વિરામ આપી દેશે !
શુક્રવારે નેટ પ્રેક્ટિસ બાદ રોહિત-વિરાટ વચ્ચે અંદાજે ૪૦ મિનિટ સુધી મિટિંગ ચાલ્યા બાદ ઘણા બધા સંકેતો મળવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ટી-૨૦ વર્લ્ડકપ જીત્યા બાદ રોહિતે ટી-૨૦ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. રોહિત-કોહલીની બોડી લેંગ્વેજ અને જે પ્રકારે કોહલી રોહિતની વાતને ધ્યાનથી સાંભળી રહ્યો હતો તે જોતાં સ્પષ્ટ થઈ રહ્યું હતું કે રોહિતે હવે નિવૃત્ત થવાનું મન બનાવી લીધું છે.