રોહિત શર્મા બનશે 2027ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ICCના આ પોસ્ટરે સનસનાટી મચાવી, જુઓ સોશિયલ મીડિયા પોસ્ટ
રોહિત અને કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે બન્ને ધુરંધરો ક્યારે મેચમાં રમતા મળશે. રોહિત શર્મા પછી ભારતીય ક્રિકેટ ટીમનો ODI કેપ્ટન કોણ બનશે કે શું તે 2027 ODI વર્લ્ડ કપ સુધી કેપ્ટન રહેશે? આ પ્રશ્ન દરેક ભારતીય ક્રિકેટ ચાહકના મનમાં ઉદભવી રહ્યો છે. આ દરમિયાન, ICC એ ભારતના 2026 ના ઇંગ્લેન્ડ પ્રવાસ માટે એક પોસ્ટર બહાર પાડ્યું છે, જે બધા ચાહકોને વિચારવા મજબૂર કરે છે કે શું રોહિત શર્મા 2027 માં પણ ODI કેપ્ટન રહેશે?
આ દરમિયાન, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રોહિત શર્મા સંબંધિત એક પોસ્ટર બહાર પાડ્યું, જેનાથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખળભળાટ મચી ગયો. આ પોસ્ટર ICC દ્વારા 2026 માં ઈંગ્લેન્ડની ધરતી પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વ્હાઇટ બોલની સિરીઝને લઈને બહાર પાડવામાં આવ્યું હતું. રોહિત શર્મા ઉપરાંત, આ પોસ્ટરમાં હેરી બ્રુકનો ફોટો પણ હતો. જ્યારે રોહિત ભારતની ODI ટીમનો કેપ્ટન છે, ત્યારે બ્રુક સફેદ બોલના ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન છે.
ICC POSTER FOR INDIA Vs ENGLAND WHITE BALL SERIES IN 2026. 🇮🇳
— Tanuj (@ImTanujSingh) August 8, 2025
– Rohit Sharma & Harry Brook in the poster..!!!! pic.twitter.com/l7Q5rtD3vR
શું રોહિત શર્મા 2027 વર્લ્ડ કપ સુધી ભારતની ODI ટીમનું નેતૃત્વ કરશે?
ICC પોસ્ટરે ચાહકોને વિચારવા મજબૂર કરી દીધા કે શું રોહિત શર્મા 2027 વર્લ્ડ કપ સુધી ભારતની ODI ટીમનું નેતૃત્વ કરશે. રસપ્રદ વાત એ છે કે ICC એ થોડા સમય પછી કોઈ કારણ આપ્યા વિના આ પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી દૂર કરી દીધું. જોકે, ત્યાં સુધીમાં ICCનું આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું.
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું હતું કે 2027 વર્લ્ડ કપ વિશે કંઈ પણ કહેવું ખૂબ જ વહેલું ગણાશે. ગંભીરે કહ્યું હતું કે, ‘આપણી પાસે તે પહેલાં T20 વર્લ્ડ કપ છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. હાલમાં, સંપૂર્ણ ધ્યાન તેના પર છે. નવેમ્બર-ડિસેમ્બર 2027 હજુ અઢી વર્ષ દૂર છે. જો તમે પ્રદર્શન કરતા રહો છો, તો ઉંમર ફક્ત એક સંખ્યા છે.’
શુભમન અને સૂર્યકુમારે કેપ્ટનશીપમાં તાકાત બતાવી
રોહિત શર્માની T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ પછી, સૂર્યકુમાર યાદવને આ ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે જ સમયે, જ્યારે રોહિતે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે શુભમન ગિલે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 2-2 થી ડ્રો કરી હતી. જ્યારે T20 માં કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી.
હજુ સુધી એ નક્કી નથી કે રોહિત શર્મા 2027 ક્રિકેટ વર્લ્ડ કપ સુધી ભારતીય ODI ટીમનો કેપ્ટન રહેશે કે નહીં. પરંતુ ICCના આ પોસ્ટરે ચોક્કસપણે સનસનાટી મચાવી દીધી છે. 2027 વર્લ્ડ કપ માટે હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે. ત્યાં સુધીમાં રોહિત શર્મા 40 વર્ષથી વધુ ઉંમરનો થઈ જશે. આવી સ્થિતિમાં, જો રોહિત શર્મા પોતાને ફિટ રાખવામાં સક્ષમ રહેશે, તો તે ચોક્કસપણે આ મેગા ઇવેન્ટનો ભાગ બની શકશે…
