Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સાઉદીની મદદમાં પાકિસ્તાન પણ યુદ્ધમાં ઝંપલાવશે ? પાક. વિદેશ મંત્રીનો સંકેત, જાણો શું છે પાકિસ્તાન-સાઉદી રક્ષા કરાર

Fri, March 6 2026

ઈરાને સાઉદી અરેબિયા પર કરેલા હુમલાઓ બાદ મધ્યપૂર્વના યુદ્ધમાં નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા રક્ષા કરારને કારણે હવે સાઉદીની મદદ માટે પાકિસ્તાન પણ યુદ્ધમાં જોડાઈ શકે એવા સંકેત પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે આપ્યા છે. એવું બનશે તો પાકિસ્તાનને પરંપરાગત રીતે નજીકના સંબંધ ધરાવતા ઈરાન સામે જ લડવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.

મધ્યપૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલે ગયા અઠવાડિયે ઈરાન પર સંયુક્ત હમલા કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધમાં હવે નવા દેશો ખેંચાઈ રહ્યા છે. ઈરાને પ્રતિશોધરૂપે અમેરિકી સૈન્ય મથકો, દૂતાવાસો અને ઊર્જા માળખાંને નિશાન બનાવી હુમલા શરૂ કર્યા છે.
બુધવારે સાઉદી અરેબિયામાં રિયાધ સ્થિત અમેરિકી દૂતાવાસ પર આવેલા સંકુલમાં આવેલા સીઆઈએ મથક પર ઈરાનના ડ્રોન હુમલાથી નુકસાન થયું હતું. તે પહેલાં સાઉદીના સૌથી મોટા તેલ રિફાઈનરીઓમાંથી એક ગણાતા રાસ તનુરા ઓઈલ રિફાઈનરી પર હુમલો થતાં કામગીરી તાત્કાલિક બંધ કરવી પડી હતી.

આ પણ વાંચો :ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો: રાજકોટમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ

આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે જણાવ્યું કે તેમણે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી અને સાઉદી અરેબિયા પર વધુ હુમલા ન કરવા ચેતવણી આપી હતી. દારે કહ્યું કે તેમણે ઈરાનને સ્પષ્ટ રીતે સમજાવ્યું કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે રક્ષા કરાર છે અને તે કરારનું પાલન કરવું પાકિસ્તાન માટે ફરજિયાત બની શકે છે.

દારે દાવો કર્યો કે આ ચેતવણી બાદ રિયાધ પર ભારે હુમલાઓ અટક્યા હતા. તેમના જણાવ્યા મુજબ ઈરાને પણ પાકિસ્તાન પાસે ખાતરી માગી હતી કે સાઉદી અરેબિયાની જમીનનો ઉપયોગ ઈરાન સામે હુમલા કરવા માટે નહીં થાય.

બીજી તરફ સાઉદી અરેબિયાએ પણ ઈરાનના હુમલાઓ સામે “પૂર્ણ પ્રતિસાદ આપવાનો અધિકાર” હોવાની ચેતવણી આપી છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠક બાદ આ નિવેદન બહાર પડ્યું હતું.

જો સાઉદી અરેબિયા પર વધુ હુમલા થાય અને રક્ષા કરાર અમલમાં આવે તો પાકિસ્તાનને સાઉદી તરફથી સૈન્ય સહાયતા આપવી પડી શકે છે. જોકે એવી સ્થિતિ પાકિસ્તાન માટે રાજકીય અને આંતરિક રીતે ખૂબ જ સંવેદનશીલ બની શકે છે.

પાકિસ્તાન માટે ઘરઆંગણે મુશ્કેલી

સાઉદીની મદદ માટે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવી પાકિસ્તાન માટે સહેલી નથી.પાકિસ્તાનમાં અંદાજે 4 કરોડ શિયા મુસ્લિમો વસે છે અને તેઓ પરંપરાગત રીતે ઈરાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન થયા હતા.આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા હતા.બીજી તરફ પાકિસ્તાન હાલ અફઘાનિસ્તાનની સરહદે તાલિબાન સાથેના સંઘર્ષમાં પણ ફસાયેલું છે.આ સ્થિતિમાં ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવી પાકિસ્તાન માટે “બે મોરચા પરના યુદ્ધ” જેવી મુશ્કેલી ઊભી કરી શકે છે.

શું છે પાકિસ્તાન-સાઉદી રક્ષા કરાર?

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાટો જેવી શૈલીનો રક્ષા કરાર થયો હતો.
એ કરાર મુજબ એક દેશ પર થયેલો હુમલો બંને દેશો પર હુમલો માનવામાં આવશે.તે મુજબ જરૂર પડે ત્યારે બંને દેશો એકબીજાને સૈન્ય સહાયતા આપશે. બન્ને દેશો વર્ષો સુધી ઠંડા રહેલા સંબંધો બાદ આ કરારથી બંને ઇસ્લામિક દેશો વચ્ચે સુરક્ષા સહકાર મજબૂત થયો હતો.હવે ઈરાન-સાઉદી તણાવ વધતા આ કરાર અમલમાં આવે તો મધ્યપૂર્વના યુદ્ધમાં પાકિસ્તાન સીધું ખેંચાઈ શકે છે.

Share Article

Other Articles

Previous

UPSC Final Result: UPSC પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, આ વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ટોચ પર, ટોપ 10માં 3 છોકરીઓ

Next

ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો: રાજકોટમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
7 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
7 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
7 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

અંતરીક્ષથી ભારત અદભુત દેખાય છે: સુનિતા વિલિયમ્સ, ખૂબ જલ્દી ભારત આવવાનું વચન
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
વિદેશી કરન્સીમાં રોકાણના નામે એસ્ટેટ બ્રોકરને સુરતના શખસોએ 55 લાખનો ચૂનો ચોપડ્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
‘ખાખી’ પહેરવા યુવાનો આતૂર: ૧૫ લાખથી વધુ અરજી: દિવાળી બાદ શારીરિક કસોટી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોઠારીયા રોડ પર કારખાનેદારના ઘરમાંથી રૂ.1.87 લાખની ચોરી 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર