મસ્ક રાજકારણમાં આવશે? ‘ધ અમેરિકા પાર્ટી’ને 80% લોકોનું સમર્થન, અમેરિકામાં શેરને માથે સવાશેર બનવા માટેની હોડ
ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેનું હનીમૂન પૂરૂ થઇ રહ્યું છે તેવા અહેવાલો વચ્ચે ટેસ્લાના માલિક એલોન મસ્ક એક નવો રાજકીય પક્ષ બનાવવાનું વિચારી રહ્યા છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, શું અમેરિકામાં એક નવો રાજકીય પક્ષ બનાવવાનો સમય આવી ગયો છે, જે અમેરિકાના 80 ટકા મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આ પક્ષનું નામ ‘ ધ અમેરિકા પાર્ટી’ હોઈ શકે છે.
આ માટે એલોન મસ્કે કરાવેલો એક્સ-પોલ પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક્સ પર કરાયેલા આ પોલમાં 80 ટકાથી વધુ લોકોએ મસ્કના પ્રશ્નનો હામાં જવાબ આપ્યો છે. આ ઉપરાંત, 19.6 ટકા લોકોએ મસ્કના પ્રશ્નનો નામાં જવાબ આપ્યો છે. મસ્કના પ્રશ્ન ધરાવતા આ એક્સ-પોલમાં 56.30 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો : એલોન મસ્કની Starlinkને કેન્દ્ર સરકારે આપી મંજૂરી : કેટલી હશે સ્પીડ અને શું હશે કિંમત ? જાણો તમામ ડિટેલ્સ
આ પરિણામથી ઉત્સાહિત, મસ્કે બીજી પોસ્ટ પોસ્ટ કરી. તેમણે લખ્યું, ‘લોકોએ વાત કરી છે. અમેરિકાને 80% મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરવા માટે એક નવા રાજકીય પક્ષની જરૂર છે! બરાબર 80% લોકો સહમત છે કે આ જ ભાગ્ય છે.’ મસ્કના આ નિવેદનને 55 હજારથી વધુ x વપરાશકર્તાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. આ x પોસ્ટ પછી, મસ્કે પણ ધ અમેરિકા પાર્ટી લખીને પોસ્ટ કરી. તેને 70 હજારથી વધુ લાઈક્સ મળી છે.
મસ્કે એક થિંક ટેન્કના જવાબમાં કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત 3.5 વર્ષ વધુ રાષ્ટ્રપતિ પદ પર રહેશે, પરંતુ હું અહીં 40 વર્ષ કે તેથી વધુ સમય માટે રહીશ. નિષ્ણાતોના મતે, મસ્કને જે પ્રકારનો ટેકો મળ્યો છે, તે જોતાં તે આગામી દિવસોમાં રાજકીય પક્ષ બનાવી શકે છે. X પર મસ્કના 20 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
ટેસ્લાને એક જ દિવસમાં $150 બિલિયનનું નુકસાન થયું
ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધો તૂટતા, કંપનીના શેર 14.26% ઘટીને $284.70 પ્રતિ શેર પર બંધ થયા. બંને વચ્ચેના શબ્દયુદ્ધ વચ્ચે, રોકાણકારોએ ટેસ્લા છોડી દેવાનો નિર્ણય લીધો, જેના કારણે શેરમાં મોટો ઘટાડો થયો. ટેસ્લાને $150 બિલિયનનું નુકસાન થયું, જે સ્ટારબક્સ જેવી કંપનીઓના તમામ શેર ખરીદવા માટે જરૂરી રકમ કરતાં વધુ છે.