કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ નથી આપ્યો? કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો સવાલ, જવાબ માટે 4 અઠવાડિયાનો આપ્યો સમય
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટેની માંગ કરતી અરજી ઉપર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અ સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ ન મળવો જોઈએ? તેમ પૂછીને આ પ્રશ્નનો જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
દેશ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેટલીક અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજદારોમાં શિક્ષણવિદ ઝહૂર અહમદ ભટ અને સામાજિક-રાજકીય કાર્યકર્તા અહમદ મલિકની અરજીઓનો સમાવેશ થાય છે.
અરજીમાં અરજદારોએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્ર સરકારે વચન આપ્યું હતું, અરજદારોએ અપીલ કરી કે કોર્ટ કેન્દ્રને તેના વચનનું પાલન કરવા આદેશ આપે.
આ પણ વાંચો :લોન ન ભરતાં કંપનીએ મોર્ફ કરેલા ન્યુડ ફોટો વાયરલ કર્યાઃ બદનામીના ડરથી યુવકે કર્યો આપઘાત, વાંચો સમગ્ર ઘટના
આજે સુનાવણી દરમિયાન, અરજદારોના વકીલે સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2023માં આપેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો. એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી હતી. એ કેસની સુનવણી દરમિયાન કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા બાંયધરી આપી હતી.
આ પણ વાંચો :રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના “વાળ ખેંચ” પ્રકરણ મામલે કોન્સ્ટેબેલ પ્રદીપ ડાંગરની અટકાયત
કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે “હા, કેન્દ્રએ વચન આપ્યું હતું, પરંતુ વિવિધ પરિબળોને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.”
