મણીપુરના ઇમ્ફાલ એરપોર્ટ પાસે કેમ મચી ગયો હડકંપ ? વાંચો
મણીપુરમાં ઇમ્ફાલ એરપોર્ટ પાસે એક અજાણી ઊડતી ચીજ {યુએફઓ} દેખાતાં ભારે હડકંપ મચી ગયો હતો. આ માહિતી મળતાં તરત જ એરફોર્સના બે રાફેલ વિમાનોને આ ચીજની તલાશમાં મોકલવામાં આવ્યા હતા અને કલાકો સુધી વિમાનોએ આંટાફેરા કર્યા હતા પરંતુ કઈ મળ્યું નહતું. આ ઘટનાના વિડિયો વાયરલ થયા બાદ સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી. કેટલાક કલાકો સુધી કોમર્શિયલ ફ્લાઇટો પણ રોકી દેવાઈ હતી.
સંરક્ષણ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, ઈમ્ફાલ એરપોર્ટ નજીક UFO વિશે માહિતી મળ્યા બાદ તરત જ નજીકના એરબેઝ પરથી રાફેલ ફાઈટર એરક્રાફ્ટને તેની શોધ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. મોર્ડન સેન્સરથી સજ્જ વિમાન UFO શોધવા માટે શંકાસ્પદ વિસ્તાર પર ખૂબ જ નીચી ઉંચાઈએ ઉડાન ભરી પરંતુ ત્યાંથી કોઈ પણ જાતના પુરાવા મળ્યા નહીં.
પ્રથમ એરક્રાફ્ટ પરત આવ્યા પછી, અન્ય રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. તેણે પણ શોધખોળ કરી, પરંતુ આજુબાજુ કોઈ પણ જગ્યાએ UFO દેખાયો નહીં. વધુમાં તેમણે કહ્યું કે, સંબંધિત એજન્સીઓ UFOની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઇમ્ફાલ એરપોર્ટ પર UFOનો વીડિયો સામે આવ્યો હતો.