મહુઆ મોઇત્રા ઇડી સામે કેમ ગયા નહીં ? વાંચો
શું આપ્યું કારણ ?
ટીએમસીના નેતા મહુઆ મોઇત્રા ઇડીના સમન્સ પર ગુરુવારે હાજર થયા નહતા અને ત્રીજીવાર ઇડીના સમન્સની અવગણના કરી હતી. ફેમાં કેસ હેઠળ ઇડી દ્વારા મહુઆની પૂછપરછ થવાની છે અને બુધવારે જ એમને સમન્સ પાઠવાયું હતું. સાથે એમના મિત્ર દર્શન હીરાનંદાણીને પણ સમન્સ મોકલાયું હતું.
મહુઆએ આજે હાજર નહીં થઈને એવો જવાબ મોકલ્યો હતો કે અત્યારે હું ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છું માટે ગુરુવારે હાજર થઈશ નહીં. જો કે એમણે સમય પણ માંગ્યો નહતો. આ પહેલા પણ બે વાર મહુઆ સમન્સ પર હાજર થયા નહતા. ઇડીએ ગુરુવારે ફરી મહુઆને અને દર્શનને બોલાવ્યા હતા.
ફેમા કેસ હેઠળ ઇડી મહુઆ પાસેથી કેટલાક સવાલોના જવાબ લેવા માંગે છે અને 3 સમન્સ મોકલી ચૂકી છે. એનઆરઆઈ ખાતાથી લેણદેણ થઈ હોવાનો કેસ છે.