શાહરુખ ખાને શા માટે મીકા સિંહની કાર 3 મહિના માટે પોતાના પાસે રાખી હતી ?? સિંગરે કર્યો ખુલાસો
પંજાબી ગીતોથી લઈને હિન્દી સિનેમા સુધી પોતાના અવાજનો જાદુ ફેલાવનાર અને બધાને નાચવા માટે મજબૂર કરનાર પ્રખ્યાત ગાયક મીકા સિંહે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથેની પોતાની કેટલીક ખાસ યાદો તાજી કરી. મિકાએ જણાવ્યું કે તેણે શાહરૂખને ૫૦ લાખ રૂપિયાની વીંટી ભેટમાં આપી હતી. તેણે કહ્યું, ‘હું હંમેશા આ વીંટી પહેરું છું.’ મેં અમિતાભ બચ્ચન અને ગુરદાસ માનને પણ આવી જ વીંટી આપી હતી. તેમજ શાહરુખ ખાને 3 મહિના પછી મારી કાર પાછી આપી તેવું મીકા સિંહે જણાવ્યું હતું.
૩ મહિના પછી કાર પાછી આપી હતી
મીકા સિંહે પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે એક વખત શાહરૂખ ખાનને Hummer કાર ભેટમાં આપી હતી. જે તેણે ઘણા મહિનાઓ પછી પરત કરી. મીકાએ કહ્યું- એક વાર શાહરૂખ સર મારા સેટ પર મને મળવા આવ્યા. શાહરૂખને જોયા પછી ત્યાં ભારે ભીડ હતી. તેની ગાડી ઘણી દૂર હતી તેથી મેં તેને મારી Hummer આપી.
મિકાએ આગળ કહ્યું, ‘જ્યારે મેં શાહરૂખને મારી ગાડી Hummer આપી , ત્યારબાદ મેં તેને ફોન કર્યો અને કહ્યું કે તે ઇચ્છે ત્યાં સુધી તેને રાખ.’ ૩ મહિના પછી, શાહરૂખ ભાઈએ મારી ગાડી પાછી આપી.
ભેટમાં ૫૦ લાખની કિંમતની વીંટી આપી હતી
મીકા સિંહે જણાવ્યું કે તેણે શાહરૂખ ખાનને ૫૦ લાખ રૂપિયાની વીંટી ભેટમાં આપી હતી. મેં આ વીંટી અમિતાભ બચ્ચન અને ગુરદાસ માનને પણ આપી હતી. આ ત્રણ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. હું આ ત્રણેય માટે કંઈક કરવા માંગતો હતો તેથી મેં તે તેમને આપી દીધું. મારી પાસે આપવા માટે બીજું કંઈ નહોતું તેથી મેં આ વીંટી આપી.
મિકાએ આગળ કહ્યું, ‘મેં આપેલી વીંટીનો તેમના માટે કોઈ અર્થ ન હોઈ શકે કારણ કે તે પોતે 50 કરોડ રૂપિયાથી વધુનો માલિક છે.’ પણ જુઓ, તે ખૂબ જ મીઠો છે. ત્રણેયે ભેટ માટે મારો આભાર પણ માન્યો.