પુષ્પા કેમ થયો ઈમોશનલ ?? ઇવેન્ટમાં સુપરસ્ટાર અલ્લુ અર્જુન રડવા લાગ્યો, જાણો શું છે કારણ
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ પહેલા જ ઘણા રેકોર્ડ બનાવી ચુકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં થઈ રહ્યું છે અને હવે ફિલ્મની લગભગ 10 લાખ ટિકિટ વેચાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આંકડા પર નજર કરીએ તો ફિલ્મ તેના પહેલા દિવસે લગભગ 50 કરોડ રૂપિયાની કમાણી કરશે. જોકે, આ દરમિયાન અલ્લુ અર્જુન આંસુએ રડી પડ્યો હતો.
સોમવારે અલ્લુ અર્જુન અને સુકુમારે ઘણા ચાહકોની હાજરીમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. બંનેએ પુષ્પા 2 ને પ્રમોટ કર્યું અને એકબીજા વિશે તેમના વિચારો શેર કર્યા. ત્યારે હૈદરાબાદમાં પ્રી-રીલીઝ ઇવેન્ટમાં પુષ્પા 2 ના ડિરેક્ટર સુકુમારે જયારે સાઉથના સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પ્રશંસા કરી, તો આ સમયે અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયા. સુકુમારે અલ્લુ અર્જુનની લગન અને મહેનતની પ્રશંસા કરી, જેને સાંભળીને અલ્લુ અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા હતા.
Indian Cinema ki oka benchmark ivvabothunnaru Sukku and Allu Arjun!#Pushpa2TheRule pic.twitter.com/9SBdFjvKQb
— Chitra Alochana (@CAlochana) December 3, 2024
સુકુમારે વાયરલ થઈ રહેલા વીડિયોમાં કહ્યું, “પુષ્પા-1 અને પુષ્પા-2 બની, બન્ની પ્રત્યેના મારા પ્રેમને કારણે. અમારો સંબંધ ઊર્જાના આદાનપ્રદાન જેવો છે.” આગળ તેમણે કહ્યું, “બન્ની નાનામાં નાની ભૂમિકા માટે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરે છે – પછી તે આંખની પલકો હલાવવાનું હોય કે સાચા અવાજમાં બોલવાનું હોય. આ લગન અને આ પ્રકારનું કામ કોઈપણ ફિલ્મ નિર્માતાને પ્રેરિત કરે છે.”
સુકુમારે જણાવ્યું કે જ્યારે તેમણે પુષ્પા પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમની પાસે સંપૂર્ણ સ્ટોરી તૈયાર નહોતી. સુકુમારે કહ્યું, “મેં માત્ર થોડા સીન્સ સંભળાવ્યા, પરંતુ બન્નીની ઊર્જા મને રચના કરવા માટે પ્રેરિત કરે છે. પુષ્પાએ એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે અને તેમાં સામેલ દરેક વ્યક્તિએ તે સ્તર સુધી પહોંચવાનું હતું.” સુકુમારે અલ્લુ અર્જુન પાસે એ વાતની માફી પણ માંગી કે તેમને આ ફિલ્મ બનાવવામાં પોતાની કારકિર્દીના ત્રણ વર્ષ લગાવી દીધા. સુકુમારે આગળ મજાકમાં કહ્યું, “હું પુષ્પા 3 થી તેમને આટલી જલ્દી પરેશાન નહીં કરી શકું.”
આ કાર્યક્રમમાં રશ્મિકા મંદાના, શ્રીલીલા અને નિર્દેશક એસએસ રાજામૌલીએ પણ હાજર રહ્યા હતા. પુષ્પા 2 ની રીલીઝ પહેલા આ છેલ્લી ઓન-ગ્રાઉન્ડ પ્રમોશનલ ઇવેન્ટ હતી. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રીલીઝ થવાની છે. ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ફહાદ ફાસિલ પ્રમોશનલ એક્ટિવિટીઝનો ભાગ બની શક્યા નહીં. જોકે, અલ્લુ અર્જુને મલયાલમ અભિનેતાના વખાણ કરવાની એક પણ તક છોડી નહીં. તેમણે કહ્યું કે ફહાદનો અભિનય દરેકને તેમની એક્ટિંગ વિશે જાણવા માટે મજબૂર કરી દેશે.
અલ્લુ અર્જનની ફિલ્મે કલ્કી,બાહુબલી 2ને પાછળ છોડી દીધી
અલ્લુ અર્જનની ફિલ્મે ટિકિટના વેચાણના મામલામાં બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે ‘કલ્કી 2898AD’, ‘બાહુબલી 2’ના રેકોર્ડ તોડી નાખ્યા છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મને અમેરિકામાં દર્શકોનો શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. આ મામલે પણ આ ફિલ્મે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે.