- સુપ્રીમ કોર્ટના જજના ઘરમાં પણ ચોરી !
- પટણામાં જસ્ટિસ અમાનુલાહના બંધ ઘરમાંથી રાત્રે તસ્કરો માલમત્તા ઉપાડી ગયા: અપરાધીઓ ભયમુક્ત
બિહારમાં અપરાધનું સ્તર એટલું વધી ગયું છે કે હવે ન્યાયાધીશો પણ સુરક્ષિત નથી. બિહારની રાજધાની પટણામાં સુપ્રીમ કોર્ટના જજ અહસાનુદ્દીન અમાનુલ્લાના ઘરમાં ચોરી થઈ હતી. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. . હાઉસ નંબર 133 એ સુપ્રીમ કોર્ટના જજ અહસાનુદ્દીન અમાનુલ્લાહનું અંગત નિવાસસ્થાન છે.
જજ અમાનુલ્લાનું ઘર બંધ હતું. ઘરની દેખરેખ મોહમ્મદ મુસ્તકીમ નામનો માણસ કરે છે. જ્યારે ચોરી થઈ ત્યારે ઘરમાં કોઈ હાજર નહોતું. રાત્રે જજના ઘરમાં ચોરોએ લૂંટ ચલાવી હતી. ચોરોએ ઘરમાંથી કઈ કઈ વસ્તુઓની ચોરી કરી છે તેની સંપૂર્ણ વિગતો બહાર આવી નથી. જો કે મોટા પાયે માલમતા ગઈ હોવાનું મનાય છે.
જસ્ટિસ અમાનુલ્લા દિલ્હીમાં રહે છે
વાસ્તવમાં જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા દિલ્હીમાં રહે છે. તેમના મોટા ભાઈ બિહારના ભૂતપૂર્વ ગૃહ સચિવ અફઝલ અમાનુલ્લાહ છે. અફઝલ અમાનુલ્લા પણ દિલ્હીમાં રહે છે. અમાનુલ્લાહની પત્ની પરવીન અમાનુલ્લાહ બિહાર સરકારના પૂર્વ મંત્રી હતા, જેનું નિધન થયું છે.
જસ્ટિસ અમાનુલ્લાહનો જન્મ 11 મે 1963ના રોજ બિહાર રાજ્યમાં થયો હતો. તેમણે પટના લો કોલેજમાંથી સ્નાતક થયા બાદ સપ્ટેમ્બર 1991માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. વર્ષ 2011માં તેઓ પટના હાઈકોર્ટના જજ બન્યા. આ પછી, 2021 માં, તેમની આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી. જસ્ટિસ અમાનુલ્લાને 6 ફેબ્રુઆરી 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.