અદાલતે દારૂનીતિ કાંડમાં કોની જામીન અરજી ફગાવી ? વાંચો
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના સુપુત્રી અને બીઆરએસ નેતા કે. કવિતાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો હતો. દિલ્હી દારૂ પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ કવિતાની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
બીઆરએસ નેતા કવિતાની ગત મહિને જ આ કેસમાં ધરપકડ કરાઇ હતી. 2 એપ્રિલે કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તે 15 એપ્રિલ સુધી જેલમાં રહેશે.
કવિતાએ પુત્રની પરીક્ષાનો હવાલો આપી વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. બીઆરએસ નેતાની અરજી પર સુનાવણી દરમિયાન તેમના વકીલે દલીલ કરી હતી કે કવિતાના પુત્રની પરીક્ષા એપ્રિલ મહિનામાં શરૂ થવા જઈ રહી છે.