સેમિફાઈનલમાં ભારત કોની સામે ટકરાશે ?? ‘જો’ અને ‘તો’નું ગજબ સમીકરણ
ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫ના સેમિફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે ત્યારે ટીમ ઈન્ડિયા કોની સામે ટકરાશે તેને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
જો ઑસ્ટે્રલિયા-આફ્રિકા બન્ને પોતપોતાની મેચ જીતી લ્યે છે અને ભારત ન્યુઝીલેન્ડને હરાવી દે છે તો રોહિતની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા મંગળવારે ઑસ્ટે્રલિયા સામે ટકરાશે. જો ભારત ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે તો પછી તેનો મુકાબલો આફ્રિકા સામે થશે.
બીજી બાજુ જો અફઘાનિસ્તાન ઑસ્ટે્રલિયાને હરાવી દે છે અને આફ્રિકા ઈંગ્લેન્ડ સામે જીતી જાય છે, ભારત ન્યુઝીલેન્ડને હરાવી દે છે તો
ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. જો ભારત ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે તો આફ્રિકાનો સામનો કરશે.
જો આફ્રિકા અને ઑસ્ટે્રલિયા બન્ને પોતાની મેચ હારી જાય છે અને ભારત ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે તો સેમિફાઈનલમાં ભારત-અફઘાન રમશે. જો ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા જીત મેળવે છે તો પછી આફ્રિકા અને ઑસ્ટે્રલિયાના હાર્યા બાદ બન્નેમાંથી નેટ રનરેટ જેની સારી હશે તે બીજા ક્રમે રહીને સેમિફાઈનલમાં પહોંચશે.