ઇસરોના નવા વડા કોણ બનશે ? શું છે એમનું નામ અને અનુભવ ? જુઓ
કેન્દ્ર સરકારે મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે વી નારાયણન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના નવા અધ્યક્ષ તરીકે એસ સોમનાથનું સ્થાન લેશે. વી નારાયણન 14 જાન્યુઆરીથી ઈસરોના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે અને અવકાશ વિભાગના સચિવનું પદ પણ સંભાળશે.

નિમણૂક સમિતિના આદેશ અનુસાર, વી નારાયણન આ બંને મહત્વપૂર્ણ પદો પર આગામી બે વર્ષ સુધી અથવા આગામી આદેશ સુધી કામ કરશે. તેઓ ખૂબ જ અનુભવી વૈજ્ઞાનિક તરીકે જાણીતા છે.
આ જાહેરાત સાથે ઇસરોના ઈતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે જે ભારતીય અવકાશ કાર્યક્રમના ભવિષ્યને નવી દિશા આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વી નારાયણનની નિમણૂક એ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે ભારતીય અવકાશ ક્ષેત્રમાં તેમનો અનુભવ અને યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેઓ એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને તેમના નેતૃત્વમાં ઇસરો હજુ પણ વધુ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.
નવા વડા રોકેટ ટેક્નોલોજીના નિષ્ણાત ગણાય છે અને એમણે ભારતને અનેક સિધ્ધિઓ અપાવી છે . એમણે ચુનંદા લોકો સાથે કામ કરીને અનુભવ લીધો છે . ઇસરોના ટેક્નોલોજિકલ વિકાસમાં એમનું મહત્વનું યોગદાન રહ્યું છે.