સલમાન ખાનના ઘરે કોણ મળવા ગયું ? જુઓ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે સલમાન ખાનને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા.. સલમાન ખાન અને એકનાથ શિંદેની સાથે અભિનેતાના પિતા સલીમ ખાન પણ આ તકે હાજર રહ્યા હતા. સલમાનના ઘર પર ગોળીબાર થયા બાદ શિંદે ઘરે જઈને મળ્યા હતા અને એમ કહ્યું હતું કે અમે ગેંગસ્ટરોને ખતમ કરી નાખશું
મુખ્યમંત્રી શિંદેએ સલમાન ખાન અને તેના પરિવાર સાથે થોડો સમય વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે અભિનેતાને ખાતરી આપતાં કહ્યું કે, સલમાન સાથે તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રમાં કોઈપણ પ્રકારની અંડરવર્લ્ડની એક્ટિવિટીને સહન નહીં કરે. ભલે ને પછી તે બિશ્નોઈ ગેંગ જ કેમ ન હોય. અહીં કોઈની દાદાગીરી ચાલશે નહીં.
ગત 14 એપ્રિલને રવિવારની વહેલી સવારે આશરે 5 વાગ્યે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21) છે.