મુંબઇમાં કોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ ? વાંચો
મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસ સહિતના કેટલાક સ્થળોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ મેઇલ આરબીઆઈને મોકલવામાં આવ્યો હતો. મેલ મળતા જ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી.
આરબીઆઇ ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું નહતું. આ અંગે એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આરબીઆઇ ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં અનેક સ્થળો પર બોમ્બ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઈમેલમાં લખ્યું હતું કે, RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બ રાખવામાં આવ્યા છે.