પંજાબમાં ભયાનક હિંસા કરવાની કોની યોજના હતી ? કોણે કહ્યું ? વાંચો
પંજાબમાં ચારેકોર ધડાકા અને ભયાનક હિંસા કરવાની ખાલિસ્તાની આતંકીઓની યોજના હતી અને એનઆઈએ દ્વારા આ કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ માટે રિનડા અને લિંડા નામના 2 આતંકીઓનું નામ બહાર આવ્યું છે.
આ બંને ખતરનાક આતંકીઓના સહયોગીઓની ધરપકડ બાદ થયેલી પૂછપરછમાં આ ભયાનક યોજના બહાર આવી હતી. એનઆઈએ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશિટમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો છે. તેમાં કેટલીક ચોંકાવનારી બાબતો કહેવામાં આવી છે.
એવું પણ બહાર આવ્યું છે કે વિદેશમાં રહેતા બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આ આતંકીઓએ પંજાબ અને દેશભરમાં મોટા પાયે ધડાકા કરવા અને હિંસા આચરવાની યોજના બનાવી હતી. આ બારામાં ગુરપ્રીત સિંઘ નામના આતંકી સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે.
એનઆઈએ દ્વારા થયેલી તપાસ મુજબ 2022 મ પણ પંજાબમાં પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં આ આતંકી સામેલ હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તે વિદેશમાં રહેતા આતંકીઓ સાથે સંપર્કમાં હતો. આ લોકો નવી નવી યોજનાઓ બનાવી લોકોમાં ભય ફેલાવવા માંગતા હતા.