રાજ્યસભામાં કોણ ચૂંટાયેલા જાહેર થયા ? વાંચો
મંગળવારે રાજસ્થાનથી દ્વિવાર્ષિક ચુંટણી-2024 માટે ત્રણ બેઠકો પરના ત્રણ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ભાજપના ચુંનીલાલ ગરાસિયા અને મદન રાઠોડ તથા કોંગ્રેસના સોનિયા ગાંધીનો સમાવેશ થાય છે. વિધાનસભાના મુખ્ય સચિવે ત્રણેય ઉમેદવારોને નિર્વિરોધ વિજેતા જાહેર કર્યા હતા. આમ સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ બન્યા છે.
એ જ રીતે ગુજરાતનાં ભાજપના ચારેય ઉમેદવારોને પણ નિર્વિરોધ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકીયાનો સમાવેશ થાય છે. આમ હવે ભાજપના પ્રમુખ ગુજરાતનાં થયા છે. ગુજરાતનાં ગૌરવમાં વધારો થયો છે.
ઉમેદવારી પાછી ખેચવાના દિવસે પોકચર ક્લિયર થયા બાદ ચુંટણી અધિકારીએ 3 ઉમેદવારોના વિજયની ઘોષણા કરી હતી. વિજેતાઓને પ્રમાણ પત્ર સુપરત કરાયા હતા. એક પણ ઉમેદવારે નામ પાછા લીધા નહતા અને એમને વિજેતા જાહેર કરાયા હતા.
સોનિયા ગાંધીએ લોકસભાના સાંસદ તરીકે 5 કાર્યકાળ સુધી સેવા આપ્યા બાદ ઉપલા ગૃહમાં આ તેમનો પ્રથમ કાર્યકાળ હશે. ગત 14 મી તારીખે એમણે નામાંકન દાખલ કર્યું હતું.