યુપીમાં કોણ પકડાયું ? જુઓ
ક્યાંથી અને કોણે પકડ્યા ?
લોકસભાની ચુંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ગુરુવારે યુપીમાંથી આતંકવાદી સંસ્થા હિઝબુલ મુજાહેદીનના 3 આતંકીઓ પકડાઈ ગયા હતા. યુપીના એટીએસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એટીએસને મળેલી બાતમી બાદ આતંકીઓને પકડી લેવાયા હતા.
અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે પાકની જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી આ લોકો ભારતમાં આતંકી ગતિવિધિ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ત્રણેયને ભારત નેપાળ સીમા પરથી ઝબ્બે કરાયા હતા.
પકડાયેલા 3 આતંકીઓ પૈકી એક કાશ્મીરનો નાગરિક અને બાકીના બે પાકિસ્તાની નાગરિક હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અલ્તાફ બટ, ગજનફર અને નાસિર અલીનો સમાવેશ થાય છે. બનાવટી દસ્તાવેજો દ્વારા તેઓ સીમામાં ઘૂસી ગયા હતા.
આ 3 આતંકવાદી બસમાં બેસીને નેપાળ જવાની તૈયારીમાં હતા ત્યારે જ ચેકિંગ દરમિયાન એમની પૂછપરછ કરાઇ હતી અને બાદમાં ધરપકડ કરી લેવાઈ હતી. એમની ગતિવિધિ શંકાસ્પદ લાગી હતી.