મહારાષ્ટ્રમાં કોણ જાસૂસ પકડાયો ?
મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને સોમવારે મોટી સફળતા હાથ લાગી હતી. . મહારાષ્ટ્રના 31 વર્ષીય યુવકની ધરપકડ કરાઇ હતી. યુવક સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ એજન્ટો સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ છે.
આરોપી દેશની સુરક્ષા માટે સંવેદનશીલ સ્થળો પર કામ કરતો હતો. જો કે, મહારાષ્ટ્ર એટીએસ એ યુવકનું નામ અને તેને ક્યાં પોસ્ટ કરવામાં આવ્યો હતો તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે, ‘આરોપી હનીટ્રેપમાં ફસાઈ ગયો છે. તે સોશિયલ મીડિયા દ્વારા એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો.
પછી બંનેએ વાતો કરવાનું શરૂ કર્યું હતું. આ વાતચીત એટલી હદે વધી ગઈ કે યુવક તે મહિલાના ઈશારે કામ કરવા લાગ્યો હતો.
આરોપી યુવકે મહત્ત્વની માહિતી આપવા માટે પૈસા પણ લીધા છે. આ ઘટના ઘણાં મહિનાઓ સુધી ચાલી હતી.’ એટીએસને ઈનપુટ મળ્યા બાદ આરોપીની તપાસ શરૂ કરી હતી. તપાસ હાથ ધરતાં મામલો સાચો હોવાનું જાણવા મળ્યું હતું.ત્યાર બાદ આરોપીની ધરપકડ કરવામાં હતી.