UPSCમાં કોણે કર્યું ટોપ, ગુજરાતમાંથી 8 તારલા ઝળહળ્યા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા UPSC 2023નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2023ની આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેન્ક વન હાંસેલ કરી છે. તો અનિમેષ પ્રધાન બીજા ક્રમે અને ડોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા ક્રમે છે. ગુજરાતમાંથી 8 ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં મિતુલ પટેલનો 139મો રેન્ક આવ્યો છે. ગુજરાતના કુલ ૨૫ પરીક્ષાર્થીઓ પાસ થયાનું જણાવાયુ છે .
આ સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામમાં, આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેન્ક વન હાંસલ કર્યું છે, તો બીજું સ્થાન અનિમેષ પ્રધાન અને ત્રીજા સ્થાને અનન્યા રેડ્ડી છે, પી.કે.સિદ્ધાર્થ રામકુમાર ચોથા સ્થાને અને રૂહાની પાંચમા સ્થાને છે.
યુ.પી.એસ.સી. દ્વારા જે 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાંથી 347 સામાન્ય કેટેગરીના છે. 115 EWS વર્ગના છે જ્યારે 303 OBC ઉમેદવારો છે. 165 SC અને 86 ST ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ, ગ્રુપ A અને Bમાં નિમણૂક માટે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી કોણે કોણે બાજી મારી
મિતુલ પટેલ-AIR 139
અનિકેત પટેલ -AIR 183
હર્ષ પટેલ -AIR 392
ચંદ્રેશ સાંખલા-AIR 432
રાજ પટોળીયા -AIR 488
જૈનિલ દેસાઈ -AIR 490
સ્મિત પટેલ -AIR 562
દીપ પટેલ -AIR 776