કોણે આપ્યું કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું ? જુઓ
શા માટે આવું પગલું લીધું ?
લોકસભાની ચુંટણી અનેક પક્ષો માટે આમ જોઈએ તો માથાના દુખાવા સમાન પણ બને છે. ટિકિટ નહીં મળવાથી પાર્ટી છોડનારા લોકોની સંખ્યા હવે વધી રહી છે. બિહારમાં એનડીએની બેઠકોની ફાળવણીથી નારાજ થઈને પશુપતિ પારસે મંગળવારે કેન્દ્રીય મંત્રિપદે થી રાજીનામું આપી દીધું હતું. અહીં કાકા અને ભત્રીજા વચ્ચે રાજકીય વિવાદ હતો અને તેમાં ભત્રીજો ચિરાગ પાસવાન બાજી મારી ગયો છે. પશુપતિએ એવી હૈયાવરાળ્ ઠાલવી હતી કે મને અન્યાય કરવામાં આવ્યો છે
બીજી બાજુ એવી ચર્ચાએ પણ જોર પકડયું હતું કે હવે પશુપતિ મહાગઠબંધનમાં જોડાઈ શકે છે. તેજસ્વી યાદવે એમ કહ્યું હતું કે તેઓ આવતા હોય તો સ્વાગત છે. જો કે પશુપતી હજુ આ બારામાં કોઈ ફોડ પાડ્યો નથી.
બિહારમાં સોમવારે એન્ડીએમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો હતો. .ખાલી હાથ રહેલા પશુપતિ પારસની નારાજગી ચર્ચામાં હતી. તો રાષ્ટ્રીય લોક મોર્ચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા પણ નારાજ છે.પશુપતિ પારસ એનડીએથી અલગ થયા છે.
આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું હતું. . તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામાં અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે.’