મનમોહન સિંહના સ્મારક સામે કોણે વિરોધ કર્યો ? શું કહ્યું ? વાંચો
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ એમના અંતિમ સંસ્કાર અને સ્મારક મુદ્દે ઘણી ચર્ચા અને વિવાદો થયા છે. હવે તેમાં વધારો થયો છે. દિલ્હીના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા મનમોહન સિંહના પ્રસ્તાવિત સ્મારકનો વિરોધ શરૂ કરાયો છે અને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એમણે કેટલાક સવાલો સાથે દલીલો કરી છે.

મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન દેશમાં મોટા કૌભાંડો થયા હતા અને કેટલાક વિવાદિત નિર્ણયો થયા હતા તેમ કહીને વકીલે વિરોધ શરૂ કર્યો છે. જો કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે કે મનમોહનનું સ્મારક બનાવવા માટે સરકાર જગ્યા આપશે.
વકીલ દ્વારા એક્સ પર એક વિડીયો પોસ્ટ કરાયો છે જેમાં એમણે અનેક દલીલો સાથે મનમોહન સિંહના સ્મારકનો વિરોધ કર્યો છે. જે વ્યક્તિના શાસનમાં રૂપિયા ૧૦ લાખ કરોડના ગોટાળા થયા છે તેના માટે સન્માન અને સ્મારક બનવા જોઈએ ? તેવો સવાલ એમણે કર્યો છે.
મનમોહન સરકારે બંધારણની ગરિમા નષ્ટ કરવા સાથે દેશમાં માઈનોરીટી એજ્યુકેશન એક્ટ બનાવ્યો હતો અને આવા ઘણા વિવાદિત પગલાં લેવામાં આવ્યા હતા માટે આવી વ્યક્તિનું સન્માન કે સ્મારક શા માટે હોવા જોઈએ તેવા સવાલ એમણે કર્યા છે.